સુરત : નીલકંઠ કન્યા વિદ્યાલયમાં રંગોળી સ્પર્ધા : G 20, રામમંદિર અને ચંદ્રયાનનીનની રંગોળીની જુઓ તસવીરો

સુરત : નીલકંઠ કન્યા વિદ્યાલયમાં રંગોળી સ્પર્ધા : G 20, રામમંદિર અને ચંદ્રયાનનીનની રંગોળીની જુઓ તસવીરો

મોર્નિંગ ન્યુઝ ફોકસ ( જશવંત પટેલ) : સુરતના વેડ રોડ, સીંગણપોર ચોકડી પાસે આવેલી નીલકંઠ કન્યા વિદ્યાલય માં દિપાવલી પર્વ નિમિત્તે રંગોળી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.

જેમાં માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક ની વિદ્યાર્થીનીઓએ જુદી જુદી થીમ ઉપર રંગોળી બનાવી હતી.

વિદ્યાર્થીનીઓએ બનાવેલી રંગોળીમાં ખાસ કરીને ચંદ્રયાન, G20, અયોધ્યા મંદિર, બાળમજૂરી અટકાવો તેમજ મહિલા સશક્તિકરણ જેવી થીમ પર બનાવેલી વિવિધ રંગોળીઓએ ભારે આકર્ષણ જણાવ્યું હતું.

શાળાના આચાર્ય અશોકભાઈ પટેલ અને સુપરવાઇઝર શીલાબેન વૈધ ના માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીનીઓએ સુંદર રંગોળી સ્પર્ધા કરી હતી.