મહેસાણા LCB પોલીસે ઊંઝા પાસેથી 492 બોટલ 1.26 લાખનો વિદેશી દારૂ ઝડપ્યો
મોર્નિંગ ન્યુઝ ફોકસ, મહેસાણા : મહેસાણા એલસીબી પોલીસ દ્વારા જિલ્લામાં વિવિધ વિસ્તારોમાં ચાલતી ગેરકાયદેસરની પ્રવૃત્તિઓને અટકાવવા માટે સતત પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. ત્યારે તાજેતરમાં મહેસાણા એલસીબી પોલીસની ટીમ ઊંઝામાં પેટ્રોલિંગ કરી રહી હતી ત્યારે મળેલી ખાનગી બાતમીના આધારે હ્યુનડાઇ કાર આઈ-20 નંબર GJ-01-RL-3523 માંથી 492 બોટલ ભારતીય બનાવટનો વિદેશી દારૂ કુલ કિંમત ₹.1.26 લાખનો વિદેશી દારૂ ઝડપાયો છે.
પોલીસ મહાનિરીક્ષક અભય ચૂડાસમા ગાંધીનગર રેન્જ તથા મહેસાણા જિલ્લા પોલીસ અધિક્ષક ડો. પાર્થરાજસિંહ ગોહિલ દ્વારા જુગાર અંગે રેડ કરી જુગાર ના કેસો શોધી કાઢવા આપેલી સૂચના મુજબ એલસીબી પોલીસ ઇન્સ્પેક્ટર બી.એચ.રાઠોડ ના માર્ગદર્શન હેઠળ એલસીબી પોલીસ સબ ઇન્સ્પેકટર એસ.બી.ઝાલા તથા આ.હેડ.કોન્સ.શૈલેષભાઇ,તેજાભાઈ, નિલેશકુમાર,અરવિંદકુમાર તથા અ.પો.કોન્સ.વિષ્ણુભાઈ,પ્રકાશકુમાર સહિતની ટીમ દ્વારા ઊંઝા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગ કરી રહ્યા હતા.
પેટ્રોલિંગ દરમિયાન મળેલી ખાનગી બાતમીના આધારે એક હ્યુનડાઇ કાર આઈ-20 નંબર GJ-01-RL-3523 જેમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરેલ છે,જે ગાડી પાલનપુર તરફ થી મહેસાણા તરફ જનાર છે એવી હકીકતના આધારે ઊંઝા મહેસાણા હાઈવે પર ઊંઝા ચાર રસ્તેથી મહેસાણા તરફ જતા નવીન બનતા બ્રિજની નજીક આવેલ સન ગ્લોબલ પ્રોજેક્ટ પ્રાઇવેટ લિમિટેડ (સન ફોર્મ એન્ડ ફર્નિચર) નામની દુકાન આગળ વાહનોથી હાઈવે રોડ ઉપર આડસ કરી હકીકત મુજબ ની ગાડી પકડી પાડતાં તેમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની પેટીઓ નંગ 28 તથા છૂટક બોટલ નંગ 48 મળી કુલ બોટલ નંગ 492 નો 1,26,000 ₹.નો દારૂ તથા મોબાઇલ નંગ-૨ કિંમત રૂપિયા 7000 તથા hyundai i20 asta સફેદ કલર ની કિંમત રૂપિયા ૩ લાખ તથા રોકડ રકમ રૂપિયા એક હજાર મળી કુલ 4,34,000 ₹ નો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો હતો. તથા આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
પકડાયેલા આરોપીઓના નામ
(1) ડાંગી દેવીલાલ ગેરીલાલ નારૂજી
રહે.રકીયાવલ, તા.માવલી, જિ. ઉદેપુર (રાજસ્થાન)
(2) લોહર લલિતકુમાર કાલુલાલ મંગનીરામ
રહે. વિટ્ટોલી, તા.માવલી, જિ. ઉદેપુર (રાજસ્થાન)
પકડવાના બાકી આરોપીઓ
(1) સુનિલ દરજી ઉર્ફે ભવરસિંગ રહે.ગંડોલી, તા.માવલી, જિ. ઉદેપુર (રાજસ્થાન) (2) ઇશ્વરસિંગ (3) ગોપાલભાઈ