Exclusive : હાલ્ફ લોકડાઉન જેવી સ્થિતિ વચ્ચે અમદાવાદના નવનિયુક્ત મેયર, 160 જેટલા કોર્પોરેટરો અને ધારાસભ્યોએ યોજી ટિફિન પાર્ટી !
અમદાવાદના નવનિયુક્ત મેયર અને 160 જેટલા કોર્પોરેટરો અને ધારાસભ્યોએ યોજી ટિફિન પાર્ટી
અમદાવાદના કોબા ખાતે ખાનગી ફાર્મ હાઉસમાં યોજાઈ પાર્ટી
માસ્ક અને સોશ્યલ ડિસ્ટનસિંગ ના ઉડ્યા ધજાગરા
નિયમોનો સડેચોક ભંગ કરનાર ભાજપના નેતાઓ સામે રૂપાણી સરકાર શુ પગલાં ભરશે ?
સામાન્ય જનતા માટે રાત્રે 9 થી સવારના 6 સુધી કરફ્યુ અને ધંધા રોજગાર બંધ જ્યારે નેતાઓને તાગડધિન્ના
સરકારના નિયમો માત્ર જનતા માટે જ ?
સામાન્ય વેપારીઓ દંડાય છે ત્યારે આ બેશરમ નેતાઓ પાસેથી દંડ લેવાની રૂપાણી સરકારમાં છે હિંમત ?
મોર્નિંગ ન્યુઝ ફોકસ નેટવર્ક : કેટલાક નેતાઓ કેટલા બેશરમ અને બે જવાબદાર હોય છે તેની પ્રતીતિ કરાવતો કિસ્સો તાજેતરમાં અમદાવાદમાં જોવા મળ્યો છે.હાલમાં કોરોના સંક્રમણ ને કારણે અમદાવાદ સહિત ના 8 મહાનગરોમાં ધીમે ધીમે હાલ્ફ લોક ડાઉન જેવી સ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે. જો કે રાત્રે 9 થી સવારના છ સુધી કરફ્યુ લદાયો છે ત્યારે તાજેતરમાં અમદાવાદના નવનિયુક્ત મેયર અને 160 કોર્પોરેટરોએ અમદાવાદના કોબા ખાતે એક ખાનગી ફાર્મ હાઉસમાં ટિફિન પાર્ટી યોજી હોવાના મીડિયા અહેવાલો પ્રાપ્ત થયા છે.
ભાજપના શાસનમાં નિયમો માત્ર ને માત્ર સામાન્ય જનતા માટે જ છે.નેતાઓને કોઈ નિયમ નડતા નથી એ વાત નવનિયુક્ત મેયર અને 160 જેટલા કોર્પોરેટરોએ યોજેલી ટિફિન પાર્ટી પરથી સાબિત થાય છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મળેલ વિજયની ઉજવણીના નશામાં ચકચૂર અમદાવાદ ના નવનિયુક્ત મેયર અને કોર્પોરેટરો ની આ પાર્ટીમાં કેટલાક ધારાસભ્યો પણ હોવાના અહેવાલો છે.જેમાં માસ્ક અને સોશ્યલ ડિસ્ટન્સ ના નિયમોનું સરેઆમ ઉલ્લંઘન જોવા મળ્યું હતું.
અત્રે નોંધનીય છે કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં નેતાઓએ બેશરમ બનીને કરેલી રેલીઓ સહિતના તાયફાઓ ને લીધે રાજ્યમાં કોરોનાએ પુનઃ માથું ઊંચક્યું છે.નેતાઓના ટાયફાઓમાં સતત માસ્ક અને સોશ્યલ ડિસ્ટનસના નિયમોનું ઉલ્લંઘન થયું હતું. ત્યારે મુખ્યમંત્રી કે પ્રધાનમંત્રીને નિયમોનું ભાન કરાવવાનું ડહાપણ નહોતું આવ્યું.
હવે નેતાઓના પાપે કોરોનાએ પુનઃ માથું ઊંચકતા એકવાર પુનઃ આમ જનતાને દંડવામાં આવી રહી છે. ચૂંટણી ટાણે લોકોએ ભાજપને ખોબલે ખોબલે મત આપી જીતાડી ને હવે લોકોના ધંધા રોજગાર દંડ અને ડંડા ની અણીએ બંધ કરાવી લોકોને આત્મ હત્યા કરવા સુધી મજબૂર કરનાર સરકાર નેતાઓ સામે કેમ બાપડી- બેચારી અને લાચાર બની જાય છે ?