Exclusive/ પાલનપુર નગર પાલિકાનો મહત્વનો નિર્ણય : નગરજનો ને થશે મોટો આર્થિક ફાયદો

Exclusive/ પાલનપુર નગર પાલિકાનો મહત્વનો નિર્ણય : નગરજનો ને થશે મોટો આર્થિક ફાયદો

સરકાર દ્વારા પાલનપુર માટે અંદાજે 8 સિટી બસ ચલાવવાની મંજૂરી આપવામાં આવી છે.

આ બસો CNG (ગેસ) આધારિત હશે જેથી પ્રદૂષણ ઓછું થાય.

ઓછા ભાડામાં શહેરની અંદર મુસાફરી સુવિધા આપવા માટે યોજના છે.

મોર્નિંગ ન્યુઝ ફોક્સ ( જશવંત પટેલ ) : બનાસકાંઠાનું મુખ્ય હાર્ટ ગણાતું શહેર પાલનપુર બિનપ્રતિદિન અવિરત વિકાસના સોપાન સર કરી રહ્યું છે.ત્યારે હાલમાં શહેર ચારે તરફ વિકાસ પામી રહ્યું છે.એટલું જ નહીં દિલ્હી થી બોમ્બે ને જોડતા મુખ્ય માર્ગ પર નું આ શહેર ગુજરાત અને રાજસ્થાન ની સરહદ પર બંને સંસ્કૃતિ નું કડીરૂપ નગર છે ત્યારે વધતા જતા જનપ્રવાહ અને વિકાસ ની નવી ઊંચાઈઓ સર કરવા મહત્વની કડી એટલે કે શહેર ના આંતરિક પરિવહન ની સુવાધામાં સુધારો કરવા મહત્વનો સિટી બસ પ્રોજેક્ટ રાજ્ય સરકારે મંજૂર કરતા પાલનપુર પાલિકાની યશ કલગી માં એક નવો ઉમેરો થયો છે.

સરકારે પાલનપુર ને સિટી બસ સેવા આપી પ્રજાની સુખાકારી માં વધારો કર્યો છે. : અનિકેત ભાઈ ઠાકર, ધારાસભ્ય (પાલનપુર )

પાલનપુર નગરપાલિકાના ચીફ ઓફિસર જીગરભાઈ પટેલે મોર્નિંગ ન્યુઝ ફોકસ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે પાલનપુરમાં આગામી ફેબ્રુઆરી માસ સુધીમાં આઠ જેટલી સીટી બસો શરૂ કરવાનું પાલિકાનું પ્લાનિંગ છે. પાલિકા પ્રમુખ ચિમનભાઇ સોલંકીએ જણાવ્યું હતું કે આ સેવાથી લોકો ને સસ્તા ભાડામાં પરિવહન કરવાની સુવિધા મળશે.વિધાર્થીઓ , મુસાફરો, નગરજનો, નોકરિયાતો માટે આ જાહેર પરિવહન ખૂબ જ ઉપયોગી રહેશે.

આગામી સમયમાં પાલનપુર પાલિકા ને મહા નગર પાલિકાનો મળી શકે છે દરજ્જો

તાજેતરમાં મહેસાણા ને મહા નગર પાલિકા પાલિકાનો દરજ્જો વસ્તી ના આધારે નહીં પરંતુ તેની ઐતિહાસિક અને ધાર્મિક તેમજ અન્ય મહત્વની વિશેષતાઓ ને આધારે અપાયો હતો.પાલનપુર પણ મહેસાણા ની જેમ ઐતિહાસિક મહત્વ ધરાવે છે.એટલું જ નહીં ખૂબ પ્રાચીન શહેર છે,ત્યારે હાલમાં જે રીતે પાલનપુર નો વિકાસ થઈ રહ્યો છે એ જોતા આગામી સમયમાં સરકાર પાલનપુર ને મહાનગર પાલિકાનો દરજ્જો આપે તો નવાઈ નહીં !

પાલનપુર બન્યું છે શિક્ષણનું હબ

પાલનપુર આજકાલ શિક્ષણનું હબ બન્યું છે અહીં વિજ્ઞાન પ્રવાહ માં બાળકો ને ભણાવવા માટે લોકો છેક ઊંઝા મહેસાણા થી આવે છે.વિજ્ઞાન પ્રવાહની  નામાંકિત શાળાઓ માં પોતાના બાળકો ને ભણાવવા માટે લોકો આજુબાજુથી  તેમજ દૂર દૂર ના વિસ્તારો માંથી આવે છે.જે જોતા હવે પાલનપુર માં ઈન્ફ્રાસ્ટ્રક્ચર દિન પ્રતિદિન વધી રહ્યું છે.

સિટી બસ ના રૂટ

એરોમા સર્કલ-ગુરૂનાનક ચોક-આદર્શ સ્કૂલ-બનાસડેરી

સુવર્ણભૂમી પાર્ટીપ્લોટ-સુખબાગ રોડ-મીરા દરવાજા -ધનિયાણા ચોકડી

એરોમા સર્કલ-ગુરુ નાનક ચોક-દિલ્હીગેટ-કંથેરીયા હનુમાન-ધનિયાણા ચોકડી-નવા આરટીઓ-હનુમાન ટેકરી-એરોમા સર્કલ

કિર્તીસ્તંભ-એરોમા સર્કલ-હનુમાન ટેકરી-મેડીકલ કોલેજ

ગણેશપુરા-વીરબાઈ ગેટ-ગુરૂ નાનક ચોક-એરોમા સર્કલ -ચડોતર

સંજય ચોક-ન્યૂ બસ સ્ટેન્ડ-બેચરપૂરા ફાટક-ગઠામણ પાટીયા-એન્જિનિઅર કોલેજ જગાણા

સિટી બસ નું અંદાજિત ભાડું

ચોક્કસ ભાડું હજી જાહેર થયું નથી, પરંતુ ગુજરાતના નાના શહેરોમાં સામાન્ય રીતે:

વિદ્યાર્થી માટે  ₹5 થી ₹10

સામાન્ય મુસાફર: માટે  ₹10 થી  ₹20

વરિષ્ઠ નાગરિકો અને મહિલાઓ માટે  વિશેષ સગવડો હોઈ શકે છે.

સિટી બસ ના ટાઇમ ( અંદાજિત ) 

 સામાન્ય રીતે:

 સવારે 6:00 થી

 રાત્રે 9:00 અથવા 10:00 સુધી

દરેક રૂટ પર 15–30 મિનિટના અંતરે બસ