AAP ના પ્રવક્તા યોગેશ જાદવાણીને મળી ધમકી, " તારું ખૂન કરવાની સોપારી મળી છે"
મોર્નિંગ ન્યુઝ ફોકસ,સુરત : આમ આદમી પાર્ટીના અધ્યક્ષ ગોપાલ ઇટાલીયા અને ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ ના વિવાદની શાહી સુકાઇ નથી ત્યાં આમ આદમી પાર્ટીના પ્રવક્તા યોગેશ જાદવાણી ને કોઈ અજાણ્યા ફોન નંબર ઉપરથી ધમકી મળી હોવાની ઘટના સામે આવી છે. જેને લઇને આમ આદમી પાર્ટીના પ્રવક્તા યોગેશ જાદવાણીએ નજીકના પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.
બનાવની વિગતવાર જણાવવાની કે ગઇકાલે યોગેશ જાદવાણી પર એક અજાણ્યા નંબરથી ફોન આવેલ ને જેમાં ફોન ઉપાડતા સામે વાળી વ્યક્તિએ એવુ જણાવેલ કે, " તને હુ રાજકારણમાં તો નહિ રહેવા દઉ,હુ તને બઘે તને બદનામ કરી મુકીશ. તારા વિરુધ્ધના ફોટા-વિડીયો તને બદનામ કરવાના તમામ પુરાવાઓ મારા પાસે છે." ત્યારે જાદવાણી એ સામે વાળી વ્યક્તિ ને પુછેલ કે આપ કોણ બોલો છો તો સામેની વ્યક્તિએ ફોન કટ કરી નાખેલ.પછી તે વ્યક્તિ દ્વારા વારંવારં ફોન કરવામાં આવતા હતા પણ જ્યારે ફોન ઉપાડવામાં આવે તો કોઇ જવાબ મળતો ન હતો.
તેમજ જાદવાણી ફોન કરે તો પણ ઉપાડીને કોઇ કઇ બોલતુ ન હતુ.જેથી જાદવાણીએ કંટાળીને તે નબંર બ્લોક લીસ્ટમાં નાખી દીધેલ પણ તે નબંર પર થી વારંવારં ફોનનુ નોટીફીકેશન બતાવતા સામેથી ફોન કરીને પુછ્યુ કે ભાઇ તમે કોણ બોલો છો ? કોનુ કામ છે ? શું કામ વારંવારં ફોન કરી રહ્યા છો ? તો સામે થી તે વ્યક્તી દ્વારા બોલાયુ કે, " તારી બરબાદી બોલુ છુ,તુ જાહેરમાં નિકળવાનુ બંધ કરી દે નહિ તો હવે તને પતાવી દેવાનો છે.અમો ૫ જણા ની ટુકડી છીએ. સતત તારુ મોનીટરીગં કરી રહ્યા છીએ ને હું સુરતમાં જ રહુ છુ ને ઉધનામાં જ રહુ છુ. તુ રાજકારણ માંથી નિકળી જા નહિ તો તારુ ખુન કરવાની અમો ને સોપારી મળી છે." આટલુ કહી તેને ફોન કાપી નાખેલ જેનાં વિરુધ્ધમાં આપના પ્રવક્તા યોગેશ જાદવાણીએ સિંગણપોર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.