માનવતા મહેકાવતો કિસ્સો : ખેતરોમાં રખડતા શ્વાનો માટે રોટલી ઘર શરૂ કરાયું, જાણીને કરશો પ્રસંશા
મોર્નિંગ ન્યુઝ ફોકસ, ઊંઝા : 1 જુલાઈથી ઊંઝા તાલુકાના ઐઠોર ગામે પહેલી વાર ખેતરોમાં રખડતા કુતરાઓ કે જેમને ખાવા- પીવાની કોઈ વ્યવસ્થા નથી તેમના માટે રોટલી ઘર ની શરૂઆત કરવામાં આવી હતી.
છેલ્લા 24 વર્ષથી સતત નિસ્વાર્થ જીવદયાની પ્રવૃત્તિ કરતા આશિષ પટેલ અને તેમના સહયોગ ગ્રુપ દ્વારા આ માટે રોજની 40 જેટલી ઘી ચોપડેલી રોટલીઓ બનાવી રૂબરૂ ખેતરોમાં ખવડાવવા જવાનુ આયોજન કર્યું છે.હાલ તેમણે સ્વખર્ચે અને પછી મિત્રો - દાતાઓના સહકારથી સેવાઓનો વ્યાપ વધારશે.
ઐઠોર ગામના જ અને પોતાનું સમગ્ર જીવન અને તમામ મિલકત આવા સત્કાર્યો પાછળ જ ઉપયોગમા લેનાર શ્રી મફતલાલ પ્રભુદાસ પટેલ મોલ્લોત ની કાયમી યાદગીરી માટે આ આખી સેવાને તેમના જ નામથી શરૂ કરી 'મફાભા શ્વાન સેવા રોટલી ઘર' એવુ નામ આપેલ છે.
મા ઉમિયા, ઐઠોરા ગણેશ અને 33 કોટી દેવતાઓની આ દિવ્ય ભૂમિ પર આવી સેવા ચાલુ થવાથી સમગ્ર ઐઠોર ગ્રામજનોમાં હર્ષની લાગણી વ્યાપી ગઈ હતી.