ગુજરાત / ધો.12 ની બોર્ડની પરીક્ષાને લઈ લેવાઈ શકે છે મહત્વનો નિર્ણય : પરીક્ષા વર્ણનાત્મક કે MCQ ટાઈપ ? જાણો
ગુજરાય સરકાર પાસે બે વિકલ્પ : (1) વર્ણનાત્મક પરીક્ષા 3 કલાકની યોજવી કે (2) MCQ અને ટૂંકા પ્રશ્નો ટાઈપ યોજવી
મુખ્યમંત્રી સાથે વિચાર-વિમર્શ કરીને ટૂંક સમયમાં લેવાઈ શકે છે નિર્ણય
મોર્નિંગ ન્યુઝ ફોકસ નેટવર્ક : આજે ધોરણ 12નીબોર્ડની પરીક્ષાઓ અંગે અધિકારીઓ અને મંત્રીઓની વર્ચ્યુઅલ બેઠકમાં કેન્દ્રીય સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહની અધ્યક્ષતામાં આજે (23 મે) સવારે 11.30 વાગે બેઠક મળી છે. કેન્દ્ર સરકારના શિક્ષણ મંત્રાલય દ્વારા દેશના તમામ રાજ્યોના શિક્ષણ મંત્રીઓ સાથે વીડિયો કોન્ફરન્સ દ્વારા બેઠક યોજવામાં આવી હતી. બેઠકમાં ગુજરાતના પણ શિક્ષણમંત્રી જોડાયા હતા. ધોરણ 12ની પરીક્ષા હજુ કોરોનાને કારણે યોજાઈ શકી નથી. જેથી કઈ રીતે પરીક્ષા યોજવી તથા કઈ તકેદારી રાખી પરીક્ષા યોજવી તે મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી. ત્યારે કેન્દ્રના શિક્ષણ વિભાગ તરફથી 2 વિકલ્પ આપવામાં આવ્યા છે. બંને વિકલ્પ પર શિક્ષણમંત્રી અને મુખ્યમંત્રી વચ્ચે ચર્ચા વિચારણા થશે અને બાદમાં પરીક્ષા અંગે નિર્ણય લેવામાં આવશે.
અત્રે નોંધનીય છે કે ધોરણ 10ની બોર્ડની પરીક્ષામાં ગુજરાતમાં માસ પ્રમોશન આપવામાં આવ્યું છે.પરંતુ ધોરણ 12 ની પરીક્ષા યોજવામાં આવશે એવું સમય અગાઉ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મહત્વનું નિવેદન આપ્યું હતું.ધોરણ 12ની પરીક્ષા યોજવા માટે 2 વિકલ્પ પર ચર્ચા કરવામાં આવી હતી. હાલની ત્રણ કલાકની સમયગાળાની પરીક્ષા પદ્ધતિથી વર્ણાત્મક સ્વરૂપની લેખિત પરીક્ષા યોજવી અને તે માટે પરિણામ જાહેર કરવા સુધીના સમયગાળાની ચર્ચા કરવામાં આવી હતી. નિયત કરેલ અભ્યાસક્રમના બહુ વિકલ્પ પ્રકારના પ્રશ્નો અને ટુંકા જવાબી પ્રશ્નોના માળખાને ધ્યાને લઈને 90 મિનિટમાં પ્રશ્નપત્ર પૂરું થાય તેવા પ્રશ્નપત્રનો ઉપયોગ કરીને પરીક્ષા યોજવાના વિકલ્પ વિશે ચર્ચા કરવામાં આવી હતી.