સુરત : AAP નાં નગર સેવક પાયલ સાકરીયાનું ટ્વીટર એકાઉન્ટ શા માટે કરાયું ડીલીટ ? જાણો હકીકત
મોર્નિંગ ન્યુઝ ફોકસ નેટવર્ક : છેલ્લા થોડા સમયથી નેતાઓનાં ટ્વીટ, ટ્વિટર અકાઉન્ટ ડિલિટ થવાનું અભિયાન શરૂ થયું છે. દેશના ઘણા બધા રાજકીય પક્ષોના નેતાઓ અને જે કાર્યકર્તાઓ ઉશ્કેરણીજનક ટ્વીટ કરે છે તેમનાં ટ્વિટર અકાઉન્ટ ડિલિટ કરવામાં આવ્યાં છે. તો ઘણાને કયા કારણસર અકાઉન્ટ ડિલિટ કર્યા છે એ અંગેની પણ માહિતી પ્રાપ્ત થતી નથી. સોશિયલ મીડિયા પર સક્રિય આપનાં મહિલા કાઉન્સિલર પાયલ પટેલનું ટ્વિટર અકાઉન્ટ પણ ડિલિટ થયુ છે.
પાયલ કિશોરભાઈ સાકરિયા વોર્ડ નંબર 16માંથી આમ આદમી પાર્ટીનાં ઉમેદવાર હતાં. પાયલની ઉંમર માત્ર 22 વર્ષ છે. પાયલ સાકરિયા સુરત શહેરનાં સૌથી ઓછી વયનાં ઉમેદવાર છે. પુણા પશ્ચિમ વોર્ડ નંબર 16માંથી પાયલ સાકરિયા સહિત આમ આદમી પાર્ટીની પેનલ સાથે વિજય થયો છે. કોર્પોરેશનના ઈલેક્શન પહેલાંથી સોશિયલ મીડિયાના માધ્યમથી લોકો સાથે જોડવામાં સૌથી અગ્રેસર પાયલ પટેલનું અકાઉન્ટ ડિલિટ થવા અંગે ભાજપ પર આક્ષેપ કરતાં તેમણે કહ્યું હતું કે ખાડી સફાઈ મુદ્દે શાસકો પર પ્રશ્નો ઉઠાવ્યા હતા, જેથી ભાજપની આઈટી સેલ દ્વારા ટ્વિટરને રિપોર્ટ કરીને મારું અકાઉન્ટ બ્લોક કરાવ્યું હોય શકે છે. જોકે હું અન્ય માધ્યમોથી સવાલો ઉઠાવતી રહીશ.