ભગવાનના ધામ માં કોમી એકતા

ભગવાનના ધામ માં કોમી એકતા

Mnf :દ્વારકા, ડાકોર, શામળાજી સહિત સમગ્ર ગુજરાતભરમાં ધામધૂમથી ભગવાન કૃષ્ણનો જન્મ ઉજવાયો છે. રાત્રિના 12 વાગ્યે ભગવાનનો જન્મ જ થતાં ભક્તોએ નંદ ઘેર આનંદ ભયોના નાદ લગાવ્યા તમામ ભક્તોએ ભગવાનનાં દર્શન કરીને ધન્યતા અનુભવી. તો આ તરફ દેશભરમાં પણ ભારે ઉત્સાહ પૂર્વક જન્માષ્ટમીની ઉજવણી કરવામાં આવી.

મથુરા, દિલ્લી અને વૃંદાવનમાં પણ ભગવાનના જન્મોત્સવ સાથે ભારે ઉત્સાહ જોવા મળ્યો. ત્યારે જગત મંદિર દ્વારકામાં અનોખું ચિત્ર જોવા મળ્યું. દ્વારકા મંદિરમાં મુસ્લિમ ભાઈઓએ કૃષ્ણના વધામણા કર્યા હતા. કાન્હા વિચાર મંચની શોભાયાત્રામાં મુસ્લિમ સમાજના ભાઈઓએ ભગવાનના રથને ખેંચ્યો. 

કૃષ્ણજન્મોત્સવની ઉજવણીમાં દ્વારકાના મુસ્લિમો પણ સામેલ થાય છે. જે આજકાલથી નહીં, પણ અનેક પેઢીઓથી કોમી એખલાસનો માહોલ અહી જોવા મળે છે. જન્માષ્ટમી નિમિતે દ્વારકામાં કાન્હા વિચાર મંચની ભવ્ય શોભાયાત્રામા હિન્દુ મુસ્લિમ ભાઇચારાનું ઉત્તમ ઉદાહરણ જોવા મળ્યું. મુસ્લિમ સમાજના ભાઈઓએ ભગવાન શ્રી કૃષ્ણના રથને ખેંચીને વ્હાલાના વધામણા કરાયા હતા