મહેસાણા LCB પોલીસે સિદ્ધપુર માંથી આંગડિયા કર્મીની 6.84 લાખની લૂંટ ચલાવનાર ફરાર આરોપીઓને ફિલ્મી ઢબે ઝડપ્યા
મહેસાણા એલસીબી પોલીસની પ્રસંશનીય કામગીરી
ફિલ્મી ઢબે સમગ્ર રસ્તો કોર્ડન કરી આરોપીઓને ઝડપ્યા
હાઈવે પર થોડાક સમય માટે ટ્રાફિક ચક્કાજામ થઈ ગયો
મોર્નિંગ ન્યુઝ ફોકસ નેટવર્ક : સિદ્ધપુરના જ્યંતી સોમા આંગડીયા પેઢીના કર્મચારી પટેલ કનુભાઇ સોમાભાઈ અમદાવાદથી સિધ્ધપુર આંગાડિયુ લઈને દેથળી ચાર રસ્તા પાસેથી પસાર થઇ રહ્યા હતા તે સમયે એક સિલ્વર કલરની ગાડીમાં આવેલા ચાર ઇસમોએ આંગડીયા કર્મચારીને આંતરીને તેમના થેલામાં ભરેલા હીરાના પેકેટ અને સોનું મળી રૂ. 6 લાખ 84 હજારના મુદ્દામાલની સનસનાટીભરી લૂંટ ચલાવી ચાર અજાણ્યા લૂંટારુ ઇસમો આંખના પલકારામાં ગાડી હંકારી પલાયન થઈ ગયા હતા જેને મહેસાણા LCB પોલીસે ફિલ્મી ઢબે પીછો કરી પકડી પાડ્યા છે.
પ્રાપ્ત વિગતો મુજબ, મહેસાણા લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ ઊંઝા હાઇવે પર મિલકત સંબધિત ગુનાઓ અટકાવવા અને શોધવા પેટ્રોલીગમાં હતી. એ દરમિયાન ટીમને ખાનગી રાહે માહિતી મળી હતી કે, થોડા દિવસ અગાઉ પાટણના સિદ્ધપુર પાસે આંગાડિયા કર્મીને લૂંટનારા ઈસમો ભાન્ડુથી વાલમ જતા ગેટ પાસે આવેલી બ્રહ્માણી હોટેલ પાસે સફેદ મારુતિ ઇકોમાં રોડની સાઈડમાં ઉભા હોવાની વિગતો પોલીસને મળતા મહેસાણા LCBએ બાતમી વાળી જગ્યા પર પહોંચીને ચાર ઈસમોને કોર્ડન કરીને ઝડપી લીધા હતા.
મહેસાણા LCBએ ઝડપેલ આરોપીઓ
કિરણ મણાજી ઠાકોર
વિષ્ણુજી ભુદરજી ઠાકોર
રસિક નાગજી ઠાકોર
યરામ જીવણભાઈ રબારી
વોન્ટેડ આરોપી
ઉપેન્દ્રસિંહ ઉર્ફે પિન્ટુભા ચૌહાણ
દેવરાજસિંહ ઉર્ફે દેવુભા બાલસિંહ વાઘેલા
જયવીરસિંહ શકુસિંહ ચૌહાણ
રાજપાલ સિંહ તેમજ બે ઈસમો ફરાર