ભારતની મેલેરિયાની રસીને WHOએ પોતાના લિસ્ટમા કરી સામેલ

ભારતની મેલેરિયાની રસીને WHOએ પોતાના લિસ્ટમા કરી સામેલ

30 વર્ષની લાંબી મહેનત બાદ ભારતમાં મેલેરિયાની રસી તૈયાર

સિરમ સંસ્થાએ તૈયાર કરેલી રસીને મળી મંજૂરી

WHOએ રસીને લિસ્ટમાં સામેલ કરતા મેલેરિયા સામે જંગ જીતી શકાશે

Mnf network: વર્લ્ડ ચેંજર મનાતી રસીને ભારતની સિરમ ઈન્સિટટ્યૂટમાં બનાવવામાં આવી છે અને આ રસીને WHOએ 75 માપદંડથી સંપૂર્ણ રીતે સફળ નીવડી છે. જેને સિરમ સંસ્થાએ પ્રોડયુસ કરી છે અને ઑક્સફર્ડ યુનિવર્સિટીએ આને ડેવલપ કરી છે. ઘાના એવો પ્રથમ દેશ છે જ્યાં ફૂડ એન્ડ ડ્રગ્સ ઓથોરિટીએ આ રસીને પાંચથી 36 મહિના બાળકોને લગાડવાની મંજૂરી આપી દીધી છે. જોવા જઈએ તો આ ઉંમરના બાળકો મોટાભાગે મેલેરિયાની બીમારીમાં સપડાતા હોય છે.

આર-21 રસી મેલેરિયાની બીજી રસી છે. જેને WHOએ પ્રીક્વાલિફાઈડ લિસ્ટમાં સામેલ કરી હતી. આની પહેલા આવેલી રસીને ગત વર્ષે મંજૂરી મળી હતી. આ રસી આવ્યા બાદ તબીબ જૂથને આશા છે કે ઓછી કીંમત અને સરળતાથી મળી રહેવાને લીધે આ રસી સૌથી વધુ બાળકોને મેલેરિયાથી બચાવી લેવામાં સફળતા મળશે. WHOને રસીકરણ અને બાયો વિભાગના ડાયરેકટરના જણાવ્યા પ્રમાણે આર-21 રસીના ટેસ્ટ પાસ કરી લીધો છે. આ એક સારી અને રાહતપૂર્ણ ખબર છે.

આજે દુનિયાભરમાં આરોગ્યના ક્ષેત્રમાં ઘણી પ્રગતિ થઈ રહી છે. સંગઠન મેલેરિયાને કેર ધરાવતા દેશોમાં બાળકોને આ જીવલેણ બીમારીથી બચાવવા માટે પ્રતિબદ્ધ છે. આર-21 રસીને લઈ WHOએ સમગ્ર ગહન નિરીક્ષણ કરી રહ્યા છે. ડેટાનું એનાલિસિસ અને નમૂનાની તપાસની સાથે સંશોધન અને વિકાસ સાથે સંકળાયેલ દરેક મુદ્દા પર તપાસ કરાઈ હતી.