રેમડેસીવર વિતરણ મુદ્દે ધાનાણીની પિટિશિયન બાદ We_Support_CRPAATIL હેશ ટેગ ટ્રેન્ડ થયું

રેમડેસીવર વિતરણ મુદ્દે ધાનાણીની પિટિશિયન બાદ  We_Support_CRPAATIL હેશ ટેગ ટ્રેન્ડ થયું

મોર્નિંગ ન્યુઝ ફોકસ સુરત :  કોંગ્રેસ નેતા પરેશ ધાનાણી દ્વારા  ભાજપ પ્રદેશ પ્રમુખ સામે રેમડેશિવિર ઇન્જેક્શનનું ખોટી રીતે વિતરણ કરવા બદલ પીટિશન દાખલ કરાઈ છે.જેમાં કોંગ્રેસના નેતા પરેશ ધાનાણીએ જણાવ્યું કે, હાલ રાજ્યની સ્થિતિ ખુબ જ નાજુક છે, સામાન્ય માણસને એક ઈન્જેક્શનો માટે લાઈનમાં ઉભા રહેવું પડે છે તેમ છતાં મળી રહ્યા નથી. તો પછી ભાજપના કાર્યાલય પરથી પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ રેમડેસિવિર ઈન્જેક્શન કેવી રીતે લાવ્યા? 5000 ઈન્જેક્શનો ભાજપ કાર્યાલયમાંથી જરૂરિયાતમંદોને કેવી રીતે મળી રહ્યા છે? 

જો કે એક બાજુ જ્યારે પરેશ ધાનાણી દ્વારા સી.આર.પાટીલ સામે પિટિશન દાખલ કરવામાં આવી છે ત્યારે બીજી બાજુ ગુજરાત માંથી સી આર પાટીલ ના સમર્થકો દ્વારા ટ્વીટર પર We_Support_CRPAATIL હેશ ટેગ સાથે ટ્રેન્ડ થયું છે.જેમાં ખાસ કરીને યુવાનો સી આર પાટીલ ના સમર્થનમાં આવ્યા છે. જેમાં એક યુઝર્સે લખ્યું છે કે ભાજપના સેવાકીય યજ્ઞમાં કોંગ્રેસ હાડકા નાખી રહી છે. તો વળી કોંગ્રેસ સામે સવાલ ખડો કરતી પોસ્ટમાં લખ્યું છે કે જ્યારે ભાજપે પ્લેગ વખતે ૧૦,૦૦૦ જેટલી ટેટ્રા સાયકલોન ની દવાનું વિતરણ કર્યું હતું ત્યારે કોંગ્રેસ કેમ ચૂપ હતી ? 

તો વળી બીજા એક યુઝર્સે હેશટેગ ટ્રેન્ડ સાથે ટ્વીટ કરીને લખ્યું છે કે, સ્મશાનગૃહમાં લાકડાની અછત ન સર્જાય તે માટે પણ પાટીલજીએ લાકડાઓની વ્યવસ્થા કરાવી. પાટીલજીએ લોકોની મદદ માટે સંપૂર્ણ ધ્યાન આપ્યું. હોસ્પિટલમાં ઓક્સિજનની જરૂરિયાત હોય કે સ્મશાનગૃહમાં લાકડાની વ્યવસ્થા હોય. અન્ય એક યુઝર્સે લખ્યું છે કે, જેને મદદ મળી છે એવા લોકોને પૂછજો. પાટીલજીને દિલથી દુઆ આપતા હશે અને આભાર માનતા હશે. સેવાભાવી લોકોને એથી વિશેષ શું જોઈએ! અન્ય એક યુઝર્સ દ્વારા પરેશ ધાનાણી સામે નિશાન તાકતો ટ્વીટ કર્યું છે કે, ભાજપની સામે કારમી હાર પામેલા ધાનાણીએ પોતાનું માનસિક સંતુલન ગુમાવ્યું. આમ પાટીલના સમર્થકો ખુલીને તેમના સમર્થનમાં આવ્યા છે.