મહેસાણાની સાત બેઠકો પર કોનો ચાલશે જાદુ? AAP અને કોંગ્રેસ કઈ બેઠકો પર ભાજપને કરી શકે છે નુકશાન?

2017 અને 2022 ના મતદાનના આંકડાઓ માં જોવા મળતો તફાવત કોને કરાવશે ફાયદો ?

મહેસાણાની સાત બેઠકો પર કોનો ચાલશે જાદુ? AAP અને કોંગ્રેસ કઈ બેઠકો પર ભાજપને કરી શકે છે નુકશાન?

મોર્નિંગ ન્યુઝ ફોકસ નેટવર્ક : ગુજરાતમાં બંને તબક્કાની મતદાન પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે ત્યારે હવે કોની સરકાર બનશે તેને લઈને અનેક એક્ઝિટ પોલ બહાર આવી રહ્યા છે. એટલું જ નહીં પરંતુ દરેક પક્ષ પોતાની સરકાર બનવાના દાવા કરે છે.ત્યારે હવે 8 તારીખે જ ખબર પડશે કે કોને મળશે ગાંધીનગરની ગાદી?

ઉત્તર ગુજરાતના મહેસાણા જિલ્લાની સાત બેઠકો ઉપર આ વખતે ભારે રસાકસી રહી છે. જેમાં ઊંઝા, વિસનગર, વિજાપુર અને બેચરાજી સીટ પર કાંટાની ટક્કર જોવા મળી હતી. ત્યારે આ વખતે 2022 ની ચૂંટણીમાં થયેલું મતદાન અને 2017 ની વિધાનસભાની ચૂંટણીમાં થયેલા મતદાનના આંકડાઓ પર જો એક નજર મારવામાં આવે તો 2022 માં 2017 કરતાં ઓછું મતદાન થયું હોવાનું જોઈ શકાય છે.

ઊંઝા વિધાનસભામાં 2017 માં 71.86 ટકા મતદાન થયું હતું જ્યારે 2022 માં 61.54 ટકા જેટલું રહ્યું છે.જ્યારે વિસનગર વિધાનસભામાં 2017 માં 74.96 ટકા જ્યારે 2022 માં 66.12 ટકા મતદાન થયું છે.જ્યારે વિજાપુરમાં 2017 માં 72.29 ટકા જ્યારે 2022 માં 68 ટકા જેટલું મતદાન નોંધાયું છે.તો વળી બેચરાજી માં 2017 માં 70.67 ટકા જ્યારે 2022 માં 61 ટકા જેટલું મતદાન નોંધાયું છે.

2017 ની સરખામણીએ 2022 માં આશરે ઊંઝામાં 10 ટકા, વિસનગરમાં 8 ટકા, વિજાપુરમાં ટકા અને બેચરાજીમાં 9 ટકા જેટલુ ઓછું મતદાન થયું છે. ત્યારે ઓછા મતદાનના આંકડાઓ ક્યાંક ને ક્યાંક રાજકીય પક્ષો માટે ચિંતા ઉપજાવનાર છે. બીજી બાજુ મહેસાણા જિલ્લાની સાત બેઠકો માંથી બે થી ત્રણ જેટલી બેઠકો પર ભાજપ સિવાય કોંગ્રેસ અથવા આમ આદમી પાર્ટી કદાચ જીત મેળવી શકે એવું મતદાનના આંકડાઓના આધારે માનવામાં આવી રહ્યું છે. જેમાં ઊંઝા, વિસનગર, વિજાપુર અને બેચરાજી આ ચાર સીટો ઉપર કોંગ્રેસ અથવા આમ આદમી પાર્ટીનો પ્રભાવ વધારે જોવા મળે તો નવાઈ નહિ. હવે પરિણામના દિવસે 8 તારીખે જોવું રહ્યું કે જનતા કોને જનાધાર આપવા માંગે છે.