સિદ્ધપુર : કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂતે વાહન વ્યવહાર મંત્રીને પત્ર લખી વોલ્વો બસ શરૂ કરવા કરી માંગ

સિદ્ધપુર : કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂતે વાહન વ્યવહાર મંત્રીને પત્ર લખી વોલ્વો બસ શરૂ કરવા કરી માંગ

સિદ્ધપુર થી બોમ્બે ની વોલ્વો બસ શરૂ કરવા માંગ

કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂતે વાહન વ્યવહાર મંત્રી ને લખ્યો પત્ર

પત્રમાં સિદ્ધપુર - મુંબઈ વોલ્વો બસ શરૂ કરવા કરી માંગ

મોર્નિંગ ન્યુઝ ફોકસ ( જશવંત પટેલ ) : સિદ્ધપુર વિસ્તારના લોકો ધંધા રોજગાર અર્થે મુંબઈ ખાતે સંપર્ક ધરાવતા હોવાથી અવાર નવાર જવા આવવાનું રહેતું હોવાથી સિદ્ધપુર - મુંબઈ ની વોલ્વો બસ શરૂ કરવાની માંગ કરાઇ છે.

સિદ્ધપુર - મુંબઈ વોલ્વો બસ શરૂ કરવા ને લઇ સ્થાનિકો દ્વારા કેબિનેટ મંત્રી બળવંત સિંહ ને રજૂઆત કરાઈ હતી. જેને લઇ કેબિનેટ મંત્રી  બળવંત સિંહ રાજપૂતે વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવી ને પત્ર લખી સિદ્ધપુર - મુંબઈ વોલ્વો બસ શરૂ કરવા માંગણી કરી છે. જો આ બસ શરૂ કરાય તો આ વિસ્તારના લોકો ને મોટા પ્રમાણમાં ફાયદો થઈ શકે છે.