ખાડી સફાઈ મુદ્દે ભાજપના શાસકો સામે નગરજનોમાં રોષ : ભાજપના 'ગોબરદાસ' નેતાઓ સામે AAP નું પોસ્ટર વોર

ખાડી સફાઈ મુદ્દે ભાજપના શાસકો સામે નગરજનોમાં રોષ : ભાજપના 'ગોબરદાસ' નેતાઓ સામે AAP નું પોસ્ટર વોર

મોર્નિંગ ન્યુઝ ફોકસ, સુરત :  સુરતના પુણા પશ્ચિમ વિસ્તારમાં આવેલી ખાડીમાં સફાઈ બાબતે ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચે હવે રાજનીતિ ગરમાઈ છે. જોકે આમ આદમી પાર્ટીના આ વિસ્તારના નગરસેવક દ્વારા ખાડી ની સફાઈ કરવા બાબતે વારંવાર રજૂઆતો કરવામાં આવી હતી છતાં પણ સત્તાના નશામાં ચકચૂર બનેલા સત્તાધીશોએ આ બાબતે કોઈપણ પ્રકારની દરકાર કરી નહોતી.

આમ આદમી પાર્ટીના અધ્યક્ષ ગોપાલ ઇટાલીયા ના નેતૃત્વમાં આમ આદમી પાર્ટીના સુરત મહાનગર પાલિકાના તમામ નગરસેવકો અને કાર્યકરોએ સાથે મળીને ખાડી ની સફાઈ નું કામ હાથ ધર્યું હતું. અત્રે નોંધનીય છે કે નગરપાલિકા દ્વારા ખાડી સફાઈના મુદ્દે લાખો રૂપિયા ખર્ચવામાં આવે છે. પણ માત્ર અને માત્ર આ કામગીરી કાગળ પર જ રહી જતી હોય છે. ત્યારે આમ આદમી પાર્ટીએ ભાજપના આંધળા બહેરા અને જાડી ચામડીના શાસકોને સાચા અર્થમાં સફાઈ અભિયાન કરતા શીખવ્યું છે.

ખાડી સફાઈ અભિયાનને લઈને હાલમાં સુરતમાં રાજનીતિ ગરમાઈ છે. જો કે ભાજપની પ્રતિષ્ઠાને ઘણું મોટું નુકસાન વેઠવું પડી રહ્યું છે. આમ આદમી પાર્ટીના નેતાઓ દ્વારા આજે ખાડીના કિનારે સુરત મહાનગરપાલિકાના મેયર, ડેપ્યુટી મેયર અને શાસક પક્ષના નેતાના પોસ્ટરો લગાડવામાં આવતા રાજકારણ ગરમાયું છે. કારણ કે ભાજપના આ ત્રણેય નેતાઓને 'ગોબરદાસ' નામથી સંબોધિત કરાતા હવે રાજકારણ વધારે ગરમાય તો નવાઇ નહીં !