નવો રાહ / સુરતની આ સોસાયટી એ શરૂ કર્યું પુસ્તક મંદિર : ગંગા સ્વરૂપ બહેનોએ કર્યું ઉદઘાટન

નવો રાહ / સુરતની આ સોસાયટી એ શરૂ કર્યું પુસ્તક મંદિર : ગંગા સ્વરૂપ બહેનોએ કર્યું ઉદઘાટન

પૂજન રેસીડેન્સી પુસ્તક મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું.

લોકોની વાચન પ્રત્યે રુચિ વધે તે તે આશયથી નવી શરૂઆત કરાઇ

સોસાયટીની ગંગા સ્વરૂપ માતાઓના હસ્તે ઉદ્ઘાટન કરાયુ

મોર્નિંગ ન્યુઝ ફોકસ નેટવર્ક : પુણાગામ યોગીચોક વિસ્તારમાં આવેલ પૂજન રેસીડેન્સી સોસાયટીમાં સ્થાનિક લોકોએ સાથે મળીને (લાઇબ્રેરી, પુસ્તકાલય) પુસ્તક મંદિરનો પ્રારંભ કર્યો છે. સૌથી મહત્વની બાબત એ હતી કે દરેક શુભ કાર્યોમાં હંમેશા ગંગા સ્વરૂપ બહેનોને દૂર રાખવામાં આવતા હોય છે પરંતુ અહીં પુસ્તક મંદિરનો પ્રારંભ સોસાયટીની ગંગા સ્વરૂપ માતાઓના હસ્તે કરવામાં આવ્યો હતો.

જેને સામાજિક પરિવર્તનનો એક ભાગ કહી શકાય. સોસાયટીના આગેવાનોએ જણાવ્યું હતું કે વર્તમાન સમયમાં નવી પેઢીના બાળકો યુવાનો મોબાઇલ, ટીવી, કોમ્પ્યુટર ના લીધે પુસ્તકોથી દૂર થતા જાય છે. પુસ્તકો એ માણસના સારા મિત્ર છે તે કહેવત ના આધારે સોસાયટીના તમામ લોકો પોતાની અનુકૂળતાએ પોતાની રુચિ પ્રમાણેના પુસ્તકો વાંચે તે હેતુથી લાઇબ્રેરીમાં 500 પુસ્તકો રહી શકશે. શરૂઆતમાં 225 પુસ્તકો મૂકવામાં આવ્યા છે.