ઊંઝા : ચોમાસામાં 11 ગરનાળા ના રસ્તાનો પ્રશ્ન વર્ષોથી માથાના દુખાવા સમાન : રાહદારીઓ અને ચાલકો પરેશાન

ઊંઝા : ચોમાસામાં 11 ગરનાળા ના રસ્તાનો પ્રશ્ન વર્ષોથી માથાના દુખાવા સમાન : રાહદારીઓ અને ચાલકો પરેશાન

ઊંઝામાં વર્ષોથી 11 ગરનાળા નો રસ્તો એક ગૂંચવણ ભર્યો કોયડો

ચોમાસામાં રસ્તામાં પાણી ભરાવાથી બિલકુલ બંધ થઈ જાય છે જેથી રાહદારીઓ અને વાહન ચાલકો પરેશાન

મોર્નિંગ ન્યુઝ ફોક્સ (આશિષ પટેલ - ઐઠોર ) :  ઊંઝામાં નવા રેલવે સ્ટેશન પાસે હાઇવે પરના વર્ષો જુના 11 ગરનાળા તરીકે ઓળખાતો રસ્તો સાઇકલ, બાઈક કે થ્રી વ્હીલર માટે આશીર્વાદ સમાન છે પણ ચોમાસામાં આ માર્ગ હજારો રાહદારીઓ માટે માથાના દુખાવા સમાન બની રહ્યો છે.

હાલમાં વરસાદ ને પરિણામે ઘરનાળા નીચે સતત પાણી ભરાઈ રહેવાને કારણે લોકો અવર-જવર કરી શકતા નથી. જોકે સ્થાનિક લોકો માટે આ રસ્તો ખૂબ જ શોર્ટકટ હોવાથી સામાન્ય રીતે ટુ-વ્હીલર અને સાયકલ ચાલકો તેમજ અન્ય લોકો અહીંથી સમય બચાવવા માટે સરળતાથી પસાર થઈ શકે છે. પરંતુ ચોમાસામાં વરસાદના પાણીને કારણે બંને બાજુ પાણી ભરાવાથી કીચડ જેવી સ્થિતિ થાય છે.જેથી લોકો અવર-જવર કરી શકતા નથી ત્યારે સ્થાનિક તંત્ર દ્વારા આ બાબતે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી લોક માંગણી છે.