...તો હાયર એજ્યુકેશનમાં બેઠકો અનામત નહીં રખાય
Mnf network: યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન (યુજીસી)એ ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓમાં અનુસૂચિત જાતિ (એસસી), અનુસૂચિત જનજાતિ (એસટી) અને અન્ય પછાત વર્ગ (ઓબીસી) ઉમેદવારો માટે ભરતીને ડી-રિઝર્વ કરવાને લઈને ડ્રાફ્ટ માર્ગદર્શિકા બહાર પાડી છે. ડ્રાફ્ટ અનુસાર, જો પૂરતા અનામત ઉમેદવારો ઉપલબ્ધ ન હોય તો તેમને બિનઅનામત જાહેર કરવામાં આવશે. તરત જ કેન્દ્રીય શિક્ષણ ખાતાએ એવી જાહેરાત કરી હતી કે, આ પ્રસ્તાવ છે અને બાકી રહેલી બેઠકોને ઑપન કૅટેગરી માટે રાખવાની હાલ કોઈ યોજના નથી.
આ ગાઈડલાઈનનો જેએનયુ સ્ટુડન્ટ્સ યુનિયને વિરોધ કરવાની જાહેરાત કરી છે અને તેઓ યુજીસી ચેરમેન એમ જગદીશ કુમારનું પૂતળું બાળશે. ડ્રાફ્ટ માર્ગદર્શિકામાં જણાવવામાં આવ્યું છે કે, ‘એસસી કે એસટી કે ઓબીસી માટેની વેકેન્સી એસસી કે એસટી કે ઓબીસી સિવાયના ઉમેદવારો નહીં ભરી શકે. જો કે, ડી-રિઝર્વેશનની પ્રક્રિયા બાદ અનામત વેકેન્સીને બિનઅનામત જાહેર કરી શકાય છે. ત્યારબાદ તેને સામાન્ય શ્રેણી માટે ખોલવામાં આવી શકે છે.’