સુરત : સ્વચ્છતા અભિયાનનો કચરો : કચરામાં હાઇવે રોડ કે પછી હાઇવે પર કચરો ?

સુરત : સ્વચ્છતા અભિયાનનો કચરો :  કચરામાં હાઇવે રોડ કે પછી હાઇવે પર કચરો ?

મોર્નિંગ ન્યુઝ ફોક્સ ( મહેશ પટેલ ) : એક બાજુ પ્રધાનમંત્રી નરેન્દ્ર ભાઈ મોદી દ્વારા સ્વચ્છતા અભિયાનનો સતત આગ્રહ રાખવામાં આવી રહ્યો છે ત્યારે બીજી બાજુ સ્વચ્છતા અભિયાન ને નામે ગંદકી ફેલાવવાનું કાર્ય થઈ રહ્યું હોવાનું બહાર આવ્યું છે.

પ્રાપ્ત માહિતી અનુસાર સુરત નેશનલ હાઈવે પર કીમ ચોકડી થી દરબાર હોટલ સુધી હાઇવે માર્ગ પર કચરો પાથરવામાં આવ્યો હોવાનો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.

જોકે સાફ-સફાઈ ના નામે નેશનલ હાઈવે પર કચરો ફેંકવામાં આવ્યો હોવાનું વીડિયોમાં જણાઈ રહ્યું છે. ત્યારે પહેલી નજરે જોતા એવું લાગે કે હાઇવે પર કચરો છે કે કચરામાં હાઇવે ? જોકે આ કચરો દુર્ગંધ મારતો હોવાથી અવર-જવર કરતા લોકો પણ ત્રાહિમામ પોકારી ઊઠ્યા છે.ત્યારે જવાબદાર તંત્ર આ બાબતે સક્રિય બનીને ઝડપથી પગલા ભરે તેવી લોકોની લાગણી સાથે માગણી છે.