Exclusive/ ધારાસભ્ય હાર્દિક પટેલે કર્યું છે એવું કામ કે હવે વિરમગામમાંથી બની શકશે IAS અને IPS અધિકારીઓ !
વિરમગામ શહેરને મળી વધુ એક મહત્વની વિકાસ ભેટ
ધારાસભ્ય હાર્દિક પટેલના પ્રયાસોથી વિરમગામ શહેરમાં રૂપિયા ૩ કરોડની અત્યંત આધુનિક લાયબ્રેરીને મુખ્યમંત્રી એ આપી મંજૂરી
વિરમગામ શહેરમાં લાયબ્રેરી બનવાથી સરકારી નોકરીની તૈયારી કરતા વિધાનસભાના યુવાનોને મહત્વનો લાભ મળશે.
યુવાનો સાથે યુવાન ધારાસભ્ય હાર્દિક પટેલ
મોર્નિંગ ન્યુઝ ફોકસ (જશવંત પટેલ) : વિરમગામના ધારાસભ્ય હાર્દિક પટેલ દ્વારા પોતાના વિસ્તારના વિકાસ કાર્યો માટે એડીચોટીનું જોર લગાવવામાં આવી રહ્યું હોવાનું જોવા મળી રહ્યું છે.
હાર્દિક પટેલ એ સૌથી યુવા ભાજપના ધારાસભ્ય છે. જેઓ પોતાના વિસ્તારમાં વિવિધ વિકાસ કાર્યોની ભેટ લોકોને સતત આપતા રહે છે. ત્યારે તાજેતરમાં તેમણે પોતાના પ્રયત્નોથી પોતાના વિસ્તાર વિરમગામ માટે એક અત્યંત આધુનિક લાઇબ્રેરી ના નિર્માણ માટેની જવાબદારી ઉપાડી છે.
જોકે હાર્દિક પટેલે પોતાના વિસ્તાર વિરમગામમાં અત્યંત આધુનિક લાઇબ્રેરી બનાવવા માટે કરેલી રજૂઆતને પગલે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ દ્વારા વિરમગામમાં ત્રણ કરોડના ખર્ચે અત્યંત આધુનિક લાઇબ્રેરી બનાવવા માટેની મંજૂરી આપી દેતા આ વિસ્તારના લોકોમાં હર્ષ ની લાગણી છવાઈ ગઈ છે.