જીવનમાં સુખ ની સાચી અનુભૂતિ કેવી રીતે કરી શકાય છે ?

જીવનમાં સુખ ની સાચી અનુભૂતિ કેવી રીતે કરી શકાય છે ?

સુખ અને દુઃખ એ એક સિક્કા ની બે બાજુઓ છે.જો દુઃખ પછી સુખ ની અનુભૂતિ થાય તો જિંદગી સ્વાદિષ્ટ લાગે છે પણ સુખ પછી ની દુઃખ ની અનુભૂતિ જિંદગી ને કડવી બનાવી દે છે.

આજના આ વ્યસ્ત જીવનમાં માનવી સુખ ની શોધ માં સતત ભટક્યા કરે છે, પણ અથાક પ્રયત્નો બાદ થતી સુખની અનુભૂતિ ક્ષણિક હોય છે.અનંત સુખ ( સાચું સુખ) એ માત્ર કથા, વાર્તાઓ ના પુસ્તકોમાં કાળા અક્ષર બની રહી ગયું છે.ખરેખર વાસ્તવિક સુખની અનુભૂતિ ખૂબ ઓછા લોકો કરતાં હોય છે

જ્યારે ફિલોસોફી ની ગાણિતિક ભાષામાં સુખની વ્યાખ્યા કંઇક આમ હોય છે,

Life + Love = Happy 

Life - Love = Sad

--------------------------------

2Life= Happy+Sad

Life = 1/2 Happy + 1/2 Sad

જીવનમાં સાચા સુખની અનુભૂતિ ત્યારે થાય જ્યારે એમાં પ્રેમ રૂપી અમૃત ઉમેરાય.પ્રેમ વિનાની જિંદગી દુઃખમય લાગે છે. પ્રેમ જિંદગી ના સાચા સુખનું રસાયણ છે. 

જિંદગી એ સુખ અને દુઃખ નો સરવાળો છે.પ્રકૃતિ નો નિયમ છે કે કોઈ પણ વ્યક્તિ કાયમ સુખ કે દુઃખની અનુભૂતિ કરી શકતો નથી.સુખ ની અનુભૂતિ કરનારે દુઃખની અનુભૂતિ માટે તૈયાર રહેવું જોઈએ.સુખ અને દુખની અવસ્થામાં મનને સ્થિર રાખનાર યોગી કહેવાય છે.

જીવનની દરેક અવસ્થામાં મનને સ્થિર રાખનાર જ સાચા સુખની અનુભૂતિ કરી શકે છે. વધારે પડતી અપેક્ષાઓ,આકાંક્ષાઓ પણ દુઃખનું કારણ બને છે.જીવનમાં સતત કાર્યશીલ રહેવું જોઈએ.નિવૃત્તિ જેવો શબ્દ ખરેખર જીવનકોષ માં છે જ નહિ. તમે જે કાર્ય કરો એમાં જ્યાં સુધી આનંદનો અનુભવ ના થાય ત્યાં સુધી એ કાર્ય સુપેરે થતું નથી.હજાર નિરાશાઓની વચ્ચે જે એક આશાનું કિરણ જન્મ આવી શકે છે એ જ જીવનમાં સફળતા પ્રાપ્ત કરી અનહદ આનંદ ની અનુભૂતિ કરી શકે છે.