સુરત : શિક્ષણમંત્રી નું ભાષણ શરૂ થતાં જ શિક્ષકોએ ચાલતી પકડી ! જાણો સમગ્ર વિગત

સુરત : શિક્ષણમંત્રી નું ભાષણ શરૂ થતાં જ શિક્ષકોએ ચાલતી પકડી ! જાણો સમગ્ર વિગત

મોર્નિંગ ન્યુઝ ફોકસ ( દિખા સો લિખા) : આજે સુરતનાં ઈન્દોર સ્ટેડિયમ માં સુરત પોલીસ દ્વારા ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવીની ઉપસ્થિતિમાં ' સાયબર સંજીવની 2.0' કાર્યક્રમ યોજાયો હતો.જેમાં સુરત શહેર પોલીસ કમિશનર અજય તોમરે સાયબર ક્રાઇમ અને સાયબર ફ્રોડ અંગે જાગૃતતા ફેલાવવા માટે 80 લાખ લોકો સુધી પહોચવાની પહેલ કરી હતી.

સુરત શહેર પોલીસ, સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ, સુરત અને સુરત એકેડેમિક એસોસિએશન દ્વારા કેન્દ્રીય મંત્રી દર્શના જરદોશ અને ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં ઇન્ડોર સ્ટેડિયમ, અઠવા લાઇન્સ ખાતે "સાયબર સંજીવની 2.0" કાર્યક્રમ યોજવામાં આવ્યો.જે અંતર્ગત “આપણી સલામતી આપણાં હાથોમાં” સૂત્ર સાથે સાયબર સેફ્ટીની માહિતીઓ સાથે એક વિશેષ બસ સુરતનાં વિવિધ વિસ્તારો અને સોસાયટીઓમાં ફરી જન જનને સાયબર સેફ્ટી અંગે માહિતી આપશે. 

ઓનલાઈન છેતરપીંડી જેવી ગુનાહિત પ્રવૃત્તિઓ કેવી રીતે આચરવામાં આવે છે તેને લઈને એક સરસ મજાનું નાટક રજૂ કરવામાં આવ્યું હતું જેનો શિક્ષકોએ ખૂબ જ આનંદ માણ્યો હતો જો કે નાટક પૂર્ણ થયા બાદ ઉપસ્થિત નેતાઓના ભાષણ શરૂ થયા હતા જેમાં શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરીયા જ્યારે સ્ટેજ ઉપર ભાષણ કરવા માટે ઊભા થયા ત્યારે સમય ને જોતાં સ્ટેડિયમમાં બેસેલ શિક્ષકો ધીમે ધીમે ઊભા થઈ ને ચાલવા લાગ્યા હતા. જોકે કાર્યક્રમની શરૂઆતમાં સ્ટેડિયમમાં જે પ્રમાણે જન મેદની દેખાતી હતી તેને જોતા શિક્ષણ મંત્રી નું ભાષણ શરૂ થયું ત્યારે જન મેદની ધીમે ધીમે ઘટી રહી હોય તેવું દેખાતું હતું. ખુરશીઓ ખાલી થતી દેખાતી હતી.