મોબાઈલમાં મેસેજ ની રીંગટોન વાગી : મેસેજ વાંચી સાગરને પરસેવો વળી ગયો, કારણ છે ચોંકાવનારું

વફા - એક પ્રેમ કહાની (ભાગ - 7 )

મોબાઈલમાં મેસેજ ની રીંગટોન વાગી : મેસેજ વાંચી સાગરને પરસેવો વળી ગયો, કારણ છે ચોંકાવનારું

(ભાગ - 7 ) : સાગર સવારે વહેલા જાગી ગયો હતો.નેહા જ્યારે ગેસ્ટ રૂમમાં ગઈ ત્યારે સાગર કાંઈક લખી રહયો હતો.નેહાએ કહ્યું, " ગુડ મોર્નિંગ સર..આટલા વહેલા રેડી થઈ ગયા ? " સાગરે કહ્યું, " હા, પાઠક સર જાગ્યા ? " નેહાએ કહ્યું, " પપ્પા પૂજામાં છે.થોડી વારમાં આવશે.લેટ્સ ટેક ટી એન્ડ બ્રેકફાસ્ટ ટુગેધર." અને સાગર ઉભો થયો.પાઠક સર પણ આવી ગયા.સૌ સાથે મળી ચા-નાસ્તો લઈ કોલેજ જવા કારમાં રવાના થયા.પાઠક સરે કહ્યું, " મારે કોલેજ થી સીધા ટ્રેન મારફતે નેશનલ કોંફરન્સ માટે જવાનું છે, તો નેહા તું કોલેજ થી રિટર્ન જાય ત્યારે સર ને ઘરે ડ્રોપ કરી થોડી ચીજવસ્તુઓ નું આ લિસ્ટ છે જે મોલ માંથી લઈ આવજે." નેહાએ કહ્યું, " ઓકે પાપા." વાતો વાતોમાં કોલેજ આવી ગઈ.કાર માંથી ઉતરી સાગર પાઠક સર સાથે એમની ઓફિસ તરફ ગયો અને પછી ત્યાંથી સ્ટાફ રૂમમાં ગયો.નેહા કાર પાર્ક કરી સીધી કલાસરૂમમાં ગઈ.લેકચર્સ શરૂ થયા.

11: 30 વાગે કોલેજ અવર્સ પુરા થતા પાઠક સરે સાગરને નેહા સાથે ઘરે જવા જણાવ્યું. સાગરે પણ સર ને ' હેપ્પી જર્ની ' ની શુભેચ્છાઓ પાઠવી.પછી નેહા અને સાગર કારમાં બેસી ઘરે પહોંચ્યાં. નેહાએ કહ્યું, " સર, તમે ફ્રેશ થઈ આરામ કરો.હું સામાન લઈને આવું છું.પછી સાથે ભોજન લઈશું.અને નેહા ઘરેથી શોપિંગ બેગ લઈ નીકળી.સાગર ગેસ્ટ રૂમમાં ગયો.થોડી વાર માં નેહા પાછી ફરી પછી સાગર અને નેહા સાથે જમવા બેઠાં. જમતા જમતા સાગરે કહ્યું, " જો નેહા, ઘરે તારે મને સર નહીં, બ્રધર જ કહેવાનું."નેહાએ કહ્યું, " ઓકે બ્રધર.જુઓ આજે અમેં બધી ફ્રેન્ડ્સ એક મેરેજ ફંક્શનમાં જવાનાં છીએ. એટલે રાત્રે પરત ફરતાં લગભગ 9 વાગી જશે.તમે રાહ નહિ જોતા.જમી લેજો.આવતાં મોડું થશે તો હું કોલ કરી દઈશ." એમ બોલી નેહાએ સાગરનો  ફોન નમ્બર પોતાના મોબાઈલમાં સેવ કરી મિસ્ડ કોલ મારી દીધો. અને સાગરના મોબાઈલમાં એનો નમ્બર સેવ પણ કરી દીધો.પછી બંને આરામ કરવા પોત પોતાના રૂમમાં ગયાં.

સાંજના 4:30 વાગ્યા.સાગર જાગ્યો.ત્યાં સામે સંજના ચા નો કપ લઈ ઉભી હતી.સાગરને એવું લાગ્યું કે એને આભાસ થયો છે.બરાબર આંખો મસળી જોયું તો સંજના જ હતી.સાગરે આશ્ચર્ય સાથે કહ્યું, " સ્વપ્ન જોઉં છું કે હકીકત, સમજાતું નથી." સંજના બોલી, " હકીકત, યસ આઈ એમ સંજના.અમે લોકો અહીંથી સાથે મેરેજ માં જવાના છીએ એટલે 4 વાગ્યાના અહીં આવી ગયાં છીએ. નેહા તૈયાર થાય છે એટલે ચા લઈ હું આવી." સાગરે કહ્યું, " ગુડ,એમ પણ તમારી ચા ના સ્વાદમાં જાદુ હોય છે હો." સંજના મનમાં ખુશ થતાં બોલી, " જાઓ ને હવે." પછી સંજના સાગરના હાથમાં ચા નો કપ આપી રસોડા માં ગઈ.સાગરે ચા પીધી લીધી.એટલામાં નેહા સાથે સંજના, બંસરી અને મીરલ સાગરના રૂમમાં આવ્યાં. નેહાએ કહ્યું, " બ્રધર, અમે જઈએ છીએ.રાત્રે મોડું થશે તો કોલ કરી દઈશ.મારી ત્રણેય ફ્રેન્ડ્સ ને એ લોકો પણ રાત્રે અહીં જ રોકાવાના છે.તમે ભોજન કરી લેજો.સાગરે કહ્યું, " ઓકે. ટેક કેર એન્ડ બી કેરફૂલ." પછી નેહા અને એની ફ્રેન્ડ એક સાથે 'બાય ' બોલી ફંક્શનમાં જવા નીકળ્યાં.

સાગર બગીચામાં બેસી પુસ્તક વાંચવામાં વ્યસ્ત બની ગયો.6 વાગ્યા એટલે બંગલાની બહાર ટહેલવા નીકળ્યો.એના માટે આ શહેર બિલકુલ અજાણ હતું.થોડે દૂર એક મંદિર હતું.સાગર મંદિર તરફ ગયો.ત્યાં જઈ શાંતિથી બેઠો.બરાબર 7 વાગે એના ફોનની ઘંટડી વાગી.જોયું તો કોઈ અજાણ્યો નમ્બર હતો.સાગરે ફોન રિસીવ કર્યો.સામેથી અવાજ આવ્યો, " ક્યાં છો.? " સાગરે વળતા જવાબમાં કહ્યું, " મંદિરે છું.પણ તમે કોણ ? " સામેથી અવાજ આવ્યો, " જુહી " સાગરે કહ્યું, " આ તો નંબર અજાણ્યો હતો એટલે પૂછ્યું. કેમ તારો અવાજ એકાએક બદલાઈ ગયેલો લાગે છે?  પાછળથી ઘોંઘાટ સંભળાય છે.કોઈ ફંક્શનમાં છો કે શું ? સામેથી અવાજ આવ્યો, " હા, પણ હવે એ કહો કે શહેરમાં રહેવાનું સેટ થઈ ગયું? સાગરે કહ્યું, " હા.જો ને મારી કોલેજના પ્રિન્સિપાલના ઘરે જ હાલમાં તો રહું છું. એમનો મોટો બંગલો છે અને બંગલામાં માત્ર સર અને એમની દીકરી જ રહે છે.મને એમણે આગ્રહ પૂર્વક કહ્યું છે કે મારે એમની સાથે જ રહેવાનું.સર ની દીકરી નેહા પણ સ્વભાવમાં સારી છે. એમને મળ્યા પછી મને એવું નથી લાગતું કે હું કોઈ અજાણ્યા શહેરમાં અજાણ્યા લોકો વચ્ચે હોય. અને જો હા એક ખાસ વાત કહું નેહાની એક ફ્રેન્ડ સંજના છે ને એ તો બિલકુલ તારા જેવી છે. બસ એને જોઉં છું અને મને તારી જ યાદ આવે છે." ત્યાં સામેથી હસવાનો અવાજ સંભળાયો અને ફોન કટ થઈ ગયો.સાગરે ફરી રિંગ કરી તો ફોન બંધ આવતો હતો.સાગરને થોડું શંકાસ્પદ લાગ્યું.પણ એ વિશે બહુ વિચાર્યા વગર સાગર મંદિરેથી ઘરે જવા નીકળ્યો.બંગલામાં કામ કરતા રસોઇયાએ સાગરને જમવા બૂમ પાડી.સાગર જમી ને પછી બગીચામાં આંટા મારવા લાગ્યો. લગભગ 8:45 વાગ્યા ત્યાં નેહા અને એની બહેનપણીઓ પરત આવી ગઈ હતાં. સાગરે પૂછ્યું, " નેહા, કેમ આટલા વહેલા ? ઓલ ઇઝ વેલ ? " નેહાએ કહ્યું, " હા બટ, સંજના ને મજા ન હતી તો જમી ને તરત જ રિટર્ન થઈ ગયાં." સાગર નેહા સાથે રૂમમાં ગયો.સાગરને જોઈ બંસરી અને મીરલ મંદ મંદ હસવા લાગ્યાં.સાગરે કહ્યું, " સંજના શુ વાત છે ? " અને સંજના થોડા મંદ અવાજમાં બોલી કે માથું બહુ દુખે છે.સાગરે કહ્યું, " ઇફ યુ ડોન્ટ માઈન્ડ, આઈ વિલ ક્યોર." સંજનાએ કહ્યું " પ્લીઝ, કોઈ દવા હોય તો ફાસ્ટ ઈલાજ કરો, સિરદર્દ અસહ્ય છે." અને સાગર ઉભો થઇ એની બેગ માંથી એક નાની બોટલ લઈ આવ્યો.સાગરે સંજના ને કહ્યું કે આંખો બંધ કરી દે, નહિ તો આંખો બળશે. પછી એણે નાનકડી બોટલ માંથી થોડી દવાનો લેપ કાઢી સંજના ના કપાળ પર હળવા હાથે માલિશ શરૂ કરી.થોડી વાર સુધી એણે માલીશ કરી.સંજનાને રાહત થઈ રહી હતી.ધીમે ધીમે એ સુઈ ગઈ.

પછી સાગરે નેહાને પાઠક સર ને ફોન કરી એમના સમાચાર લેવા માટે કહ્યું.બંસરી, મીરલ અને સાગર ઊભાં થઈ બેઠક ખંડ માં ગયાં.પાઠક સરના સમાચાર લીધા પછી નેહા આવી.બધાં બેઠક ખંડમાં બેસીને ગપ્પા મારવા લાગ્યાં ત્યાં લગભગ અડધા કલાક પછી એકાએક સાગરના મોબાઇલમાં મેસેજ ની રીંગટોન વાગી. મેસેજ વાંચી સાગરના ચહેરાની રેખાઓ બદલાઈ. કારણકે થોડાક સમય પહેલા મંદિરે ગયો ત્યારે જુહીના નામે જે મોબાઈલ પરથી ફોન આવ્યો હતો એ જ મોબાઈલ નંબર ઉપરથી આ મેસેજ હતો જેમાં લખ્યું હતું કે, " માથાનો દુખાવો બિલકુલ ગાયબ થઈ ગયો છે.આપનો આભાર." સાગર વિચારમાં પડી ગયો કે આ બધું શું છે ? તેને મનમાં શંકા ગઈ કે આ નંબર જુહીનો ના હોઈ શકે,  પરંતુ તેના નામે કોઈએ મજાક કરી હોય તેવું લાગે છે. મેસેજ અને મોબાઈલ નંબરને લઈ સાગરના મનમાં વિચારોનું તોફાન જાગ્યું. થોડીકવાર બાદ સંજના હસતા હસતા બેઠક ખંડમાં આવી. સંજના ના હાસ્ય પરથી સાગરના મનમાં શંકાઓના વાદળ ઘેરા બન્યા. સાગર કાંઈ પણ પૂછે તે પહેલા સંજના બોલી, " સોરી સર આપને હમણાં જે મેસેજ આવ્યો તે મારા મોબાઈલ માંથી હતો." તરત જ સાગર બોલ્યો, "તો પછી હું જ્યારે મંદિરે ગયો હતો ત્યારે જુહીના નામે જે કોલ આવ્યો હતો તે પણ...? અને તરત જ બંસરી બોલી, " એ કોલ પણ અમે જ કર્યો હતો." 

સાગરે કહ્યું, " યુ નોટી ગર્લ્સ " પછી સંજના બધાની સામે જોઈ બોલી, " ચાલો હવે સૂઈ જઈએ.સવારે મંદિરે જવાની ઈચ્છા છે,તો કોણે કોણે આવવુ છે બોલો ? " મીરલ કટાક્ષમાં બોલી " જોઈએ હવે, પણ હા અમે લોકો ના જાગી શકીએ તો કાંઈ નહિ પણ સર તો વહેલા જાગે જ ને, તો એમને લઈ જજે. " સાગરે કહ્યું, " ઓફ કોર્સ, વ્હાય નોટ ? આઈ એમ ઓલરેડી વેક અપ અર્લી, આઈ વુડ લાઈક ટુ ગો ટેમ્પલ અર્લી મોર્નિંગ." અને પછી સંજના,બંસરી,મીરલ અને નેહા સૂવા માટે ગયાં. સાગર પણ ગેસ્ટ રૂમમાં જઈ સૂઈ ગયો.રાત્રે લગભગ 2.00 વાગે સાગરની આંખ એકાએક ખૂલી ગઈ.એ બેડ પર બેઠો થયો.પછી પાણી પીવા ગ્લાસ હાથમાં લીધો.એકાએક સાગરની નજર દરવાજા તરફ ગઈ.દરવાજો ખુલ્લો જ હતો.એને કોઈનો પડછાયો દેખાયો.એકાએક તે ચોકી ગયો.આટલી મોડી રાત્રે કોણ હશે ? એણે ધ્યાનથી જોયું તો કોઈ લેડીઝ નો પડછાયો હોય એમ લાગ્યું.વિચારવા લાગ્યો કે ગેસ્ટ રૂમ આગળ કોણ હશે ?