ઊંઝા : APMC ના કર્મચારીનું હાર્ટ એટેકથી મોત : રાજસ્થાન પ્રવાસ દરમ્યાન બની ઘટના
મોર્નિંગ ન્યુઝ ફોક્સ, ઊંઝા : ઊંઝા APMCમાં કોમ્પ્યુટર ઓપરેટર તરીકે ફરજ બજાવતા નિલેશભાઈ રતિલાલ મકવાણાનું રાજસ્થાન પ્રવાસ દરમિયાન હાર્ટએટેકથી નિધન થયું છે. તેઓ પોતાના પરિવાર સાથે જેસલમેર ખાતે હતા ત્યારે રાત્રિના સમયે તેમને અચાનક હાર્ટએટેક આવ્યો હતો.
નિલેશભાઈ મકવાણા છેલ્લા ઘણા સમયથી ઊંઝા APMCમાં નિષ્ઠાપૂર્વક સેવા આપી રહ્યા હતા. તેમનું આકસ્મિક અવસાન તેમના પરિવાર સાથેના પ્રવાસ દરમિયાન થયું હતું. તેમના આકસ્મિક નિધનથી ઊંઝા APMCના કર્મચારીઓ, તેમના પરિવારજનો અને મિત્ર વર્તુળમાં શોકની ગમગીની છવાઈ ગઈ છે.