માનવતા મહેકે છે / ઊંઝાના ઐઠોરના જીવદયા પ્રેમી મફતલાલ પટેલની સેવાકીય પ્રવૃતિઓને યુવાનોએ આજે પણ જાળવી રાખી છે !

માનવતા મહેકે છે / ઊંઝાના ઐઠોરના જીવદયા પ્રેમી મફતલાલ પટેલની સેવાકીય પ્રવૃતિઓને યુવાનોએ આજે પણ જાળવી રાખી છે !

ઊંઝા તાલુકાના ઐઠોર ગામના જીવદયાના ભીષ્મ પિતામહ ગણાતા, એકલા જ રહી વૃક્ષો ને પશુ પક્ષીઓની સેવામાં જ પોતાનું સમગ્ર જીવન અને મિલ્કત અર્પણ કરનાર સ્વ. શ્રી મફતલાલ પ્રભુદાસ પટેલ (મોલ્લોત) (પ્રભાતફેરી વાળા) ની દિવ્ય સ્મુતીને જીવંત રાખવાના હેતુસર આખા ઊંઝા અને ઐઠોરના બધા જ ૧૦ જેટલા રખડતા કૂતરાઓ માટેના રોટલાઘર(શ્વાન જીવદયા અન્નક્ષેત્ર) ને તેમની આ પ્રવૃતિને વધુ વેગ મળે તે હેતુથી ૩૦ કિલોના તૈયાર પેકિંગમાં રોટલીઓ બનાવવા માટે ઘઉં આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.

સાથે સાથે વધુમાં કાળજાળ ગરમીની શરૂઆત પહેલા સંપૂર્ણ કુદરતના ભરોષે જીવતા પક્ષીઓને રહેવા માટે માટીના ચકલીના માળા, પાણીના માટીના કુંડા અને કીડીઓને ખાવા માટેની વ્યવસ્થા (કીડિયારું પૂરવા) માટે માટીના ગલ્લા-સૂકા શ્રી ફળ આખા વર્ષ સુધી ઐઠોર અને આસપાસના ખેતર વિસ્તાર માટે બિલકુલ ફ્રી માં જ આપવામાં આવી રહ્યા છે.

તમામ ખર્ચ અને વ્યવસ્થા આશિષ પટેલ (સહયોગ ગ્રુપ એનિમલ હેલ્પલાઇન,ઐઠોર) દ્વારા ગોઠવવામાં આવી હતી.શ્રી મફતલાલના સત્કાર્યોથી પ્રેરિત થઈ આશિષ પટેલ ઐઠોરમાં તેમના મિત્રો સાથે મળી છેલ્લા ૨૪ વર્ષથી સતત બારેમાસ અનેક પ્રકારના જીવદયાના કાર્યો નિસ્વાર્થ ભાવે કરી રહ્યા છે.