ઊંઝા : APMC નો માનવીય અભિગમ : દિવંગત પરિવારોને 40 લાખની સહાય

ઊંઝા : APMC નો માનવીય અભિગમ : દિવંગત પરિવારોને 40 લાખની સહાય

મોર્નિંગ ન્યુઝ ફોક્સ ( જશવંત પટેલ) : બજાર સમિતિ ઊંઝામાં નિષ્ઠાપૂર્વક ફરજ બજાવતા અને ચાલુ ફરજ દરમિયાન અવસાન પામેલ કર્મચારીઓના આશ્રિત કુટુંબીજનો પ્રત્યે સંવેદના પ્રગટ કરી, બજાર સમિતિ ઊંઝા દ્વારા આર્થિક સહાયનો મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે.

કુલ 5 દિવંગત કર્મચારીઓના પરિવારોને પ્રત્યેક પરિવારને ₹8 લાખની ઉચ્ચક નાણાકીય સહાય, કુલ ₹40 લાખ ચૂકવવામાં આવ્યા.આ પ્રસંગે ઊંઝાના લોકપ્રિય ધારાસભ્ય કિરીટભાઈ કે. પટેલ તથા બજાર સમિતિના તમામ ડિરેક્ટરશ્રીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને શોકગ્રસ્ત પરિવારોને સાંત્વના પાઠવી હતી. APMC ચેરમેન દિનેશભાઈ પટેલે જણાવ્યું હતું કે, "કર્મચારી એ સંસ્થાનો પરિવાર છે, અને મુશ્કેલ સમયમાં પરિવારની પડખે ઊભા રહેવું એ જ સાચી માનવતા છે. "