3 વર્ષમાં ગુજરાતના પાંચ લાખ ઘરો પર રૂફટોપ સોલાર લાગ્યા
ઊર્જા મંત્રીએ બે દિવસીય નેશનલ કોન્કલેવનો આરંભ કરાવ્યો
રહેણાંકના ગ્રાહકોને બે હજાર કરોડથી વધારેના વીજબિલની બચત
ગુજરાતની રિન્યૂએબલ ક્ષમતાના 22.50 ગીગાવોટ જેટલી વધી
Mnf network: ઊર્જા અને નાણા મંત્રી કનુભાઈ દેસાઈએ અમદાવાદમાં રૂફટોપ સોલાર વિષયના બે દિવસિય નેશનલ કોન્કલેવનો આરંભ કરાવ્યો હતો. પ્રિ-વાઈબ્રન્ટ સમિટ હેઠળના આ કોન્કલેવને સંબોધતા તેમણે વિતેલા 3 વર્ષમાં ગુજરાતમાં પાંચ લાખથી વધુ આવાસ ઉપર રૂફટોપ સોલાર લાગ્યાની માહિતી આપી હતી.
જેનાથી વર્ષ 2019થી નવેમ્બર 2023 સુધીમાં 4,900 મિલિયન યુનિટ્સ ઉત્પન્ન થતા વીજ ગ્રાહકોને રૂપિયા બે હજાર કરોડથી વધારના વીજબિલની બચત થઈ છે. કોન્કલેવને સંબોધતા કહ્યું કે, ગુજરાતની રિન્યૂએબલ ક્ષમતાના 22.50 ગીગાવોટ જેટલી વધી છે. ગુજરાત સમગ્ર દેશની ક્ષમતાના 82 ટકા ક્ષમતા સાથે દેશભરમાં પ્રથમ નંબર છે. ગુજરાત વર્ષ 2030 સુધીમાં 100 ગીગાવોટ કરતા વધુ ક્ષમતા ધરાવવાની નવી નવીનીકરણીય યોજના ધરાવે છે