મહેસાણા LCB એ વડનગર માંથી જુગારધામ ઝડપ્યું : 4 જુગારીયાઓ સાથે 2.36 લાખનો મુદ્દામાલ કબ્જે

મહેસાણા LCB એ વડનગર માંથી જુગારધામ ઝડપ્યું : 4 જુગારીયાઓ સાથે 2.36 લાખનો મુદ્દામાલ કબ્જે

મોર્નિંગ ન્યુઝ ફોકસ મહેસાણા : પોલીસ મહાનિરીક્ષક અભય ચૂડાસમા ગાંધીનગર રેન્જ તથા મહેસાણા જિલ્લા પોલીસ અધિક્ષક ડો. પાર્થરાજસિંહ ગોહિલ દ્વારા જુગાર અંગે રેડ કરી જુગાર ના કેસો શોધી કાઢવા આપેલી સૂચના મુજબ એલસીબી પોલીસ ઇન્સ્પેક્ટર બી.એચ.રાઠોડ ના માર્ગદર્શન હેઠળ એલસીબી પોલીસ સબ ઇન્સ્પેક્ટર એસ ડી.રાતડા તથા એ.એસ.આઈ.દિનેશભાઈ રામજીભાઈ, ગુલાબસિંહ નાથુસિંહ હેડ કોન્સ્ટેબલ પિયુષકુમાર નગીનભાઈ તથા રમેશભાઈ બાબાભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ મનોજકુમાર વગેરે એલસીબી પોલીસ સ્ટાફના માણસો વડનગર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા.

જુગારમાં ઝડપાયેલ આરોપીઓ

(1)ઠાકોર ગોવિંદજી મૂળસંગજી

રહે.નવાપુરા, તાલુકો.વડનગર

(2) ઠાકોર પ્રવિણજી ભલાજી

રહે. છાબલીયા, તાલુકો.વડનગર

(3) ઠાકોર લક્ષ્મણજી અરજણજી

રહે.ગણેશપુરા, તાલુકો.વિસનગર

(4) ઠાકોર વિષ્ણુજી કલાજી

રહે.ગણેશપુરા, તાલુકો.વિસનગર

પેટ્રોલિંગ દરમિયાન પોલીસ સબ ઇન્સ્પેક્ટર એસ.ડી.રાતડા ને ખાનગી બાતમી મળી હતી કે નવાપુરા ગોદળનાથ મંદિર ની બાજુમાં ખુલ્લી જગ્યામાં કેટલાક ઇસમો અંગત આર્થિક ફાયદા સારું જાહેર જગ્યામાં ગંજીપાના હારજીતનો જુગાર રમી રમાડતા હતા જેના આધારે એલસીબી પોલીસે રેડ કરતા સ્થળ ઉપરથી ચાર ઈસમો તથા રોકડ રકમ રૂપિયા 11300 તથા વાહન મોબાઇલ સહિત કુલ રૂપિયા 2,36,800 નો મુદ્દામાલ ઝડપાયો હતો. જેને લઇ તમામ ઇસમો વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ વડનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ રજિસ્ટર કરાઇ છે.