મહેસાણા LCB પોલીસે જિલ્લામાં વિવિધ સ્થળો પરથી 3,29,350 નો દારૂ ઝડપ્યો

મહેસાણા LCB પોલીસે જિલ્લામાં વિવિધ સ્થળો પરથી 3,29,350 નો દારૂ ઝડપ્યો

મોર્નિંગ ન્યુઝ ફોકસ, મહેસાણા : મહેસાણા એલસીબી પોલીસે સાંથળ પોલીસ સ્ટેશનની હદ ના દેલોલી માંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ રૂપિયા 1,31,065 અને અને મહેસાણા ટાઉન ટી.બી. રોડ ઋતુરાજ છાપરા પાસેથી 1,73,640 અને બાવલું પો.સ્ટે.ની હદ માંથી ₹  24,645 મળી કુલ ₹ 3,29,350 નો ભારતીય બનાવટનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો છે.

પોલીસ મહાનિરીક્ષક અભય ચૂડાસમા ગાંધીનગર રેન્જ તથા પોલીસ અધિક્ષક ડો પાથૃરાજસિહ ગોહિલ દ્વારા મળેલી સુચના મુજબ જિલ્લામાં પ્રોહિબિશનના તથા જુગારની તથા નસીલા માદક દ્રવ્યોની પ્રવૃત્તિ આચરતા ઈસમો ઉપર વોચ રાખી રેડ કરી અસરકારક પરિણામલક્ષી કામગીરી કરવા અન્વયે મહેસાણા LCB પોલીસ ઇન્સપેક્ટર ભાવેશ રાઠોડ ની સુચના મુજબ મહેસાણા એલસીબી પોલીસની વિવિધ ટીમો જિલ્લામાં સતત પેટ્રોલિંગ કરી રહી છે.

ત્યારે જિલ્લામાં પોલીસ પેટ્રોલિંગ કરી રહેલી મહેસાણા એલસીબી પોલીસને મળેલી બાતમી મુજબ ખાનગી રાહે રેડ કરતા જિલ્લાના જુદા જુદા વિસ્તારોમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ કિંમત રૂપિયા 3,29,350 નો ઝડપાયો છે. ભારતીય બનાવટના વિદેશી દારૂની હેરાફેરીમાં સંકળાયેલ આશરે ૯ જેટલા આરોપીઓ સામે પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરાયેલ છે. અત્રે નોંધનીય છે કે મહેસાણા એલસીબી પોલીસ દ્વારા જિલ્લામાં ચાલતી દારૂ અને જુગાર જેવી પ્રવૃત્તિઓ ઉપર કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે.