સુરત: એલ.પી.સવાણી વિદ્યાભવનના વિદ્યાર્થીઓનું ઝળહળતું પરિણામ : 30થી વધુ વિદ્યાર્થીઓએ અંગ્રેજીમાં A1 ગ્રેડ ગુણ મેળવ્યા

સુરત: એલ.પી.સવાણી વિદ્યાભવનના વિદ્યાર્થીઓનું ઝળહળતું પરિણામ : 30થી વધુ વિદ્યાર્થીઓએ અંગ્રેજીમાં A1 ગ્રેડ ગુણ મેળવ્યા

મોર્નિંગ ન્યુઝ ફોકસ,સુરત : તાજેતરમાં જાહેર થયેલ ધોરણ 10 ના એસએસસીના પરિણામમાં સુરત જિલ્લો સૌથી મોખરે રહ્યો છે. ત્યારે સુરતની શાળાઓમાં પણ પરિણામને લઈને ભારે ઉત્સુકતા જોવા મળી હતી. જેમાં સુરતના અડાજણ ખાતે આવેલ એલ પી સવાણી વિદ્યાભવનમાં ગુજરાતી અને અંગ્રેજી માધ્યમમાં કુલ મળી 26 વિદ્યાર્થીઓએ એવન ગ્રેડ પ્રાપ્ત કર્યો છે.

જેમાં ગુજરાતી માધ્યમમાં 30 થી વધારે વિદ્યાર્થીઓએ અંગ્રેજી વિષયમાં 90 થી વધારે માર્ક્સ મેળવીને એક નવો રેકોર્ડ પ્રસ્થાપિત કર્યો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર સુરતના અડાજણ ખાતે આવેલી એલ પી સવાણી વિદ્યાભવનમાં ગુજરાતી અને અંગ્રેજી માધ્યમના કુલ મળી 26 વિદ્યાર્થીઓએ એવન ગ્રેડ પ્રાપ્ત કર્યો છે જ્યારે 112 વિદ્યાર્થીઓએ એ ટુ ગ્રેડ પ્રાપ્ત કર્યો છે. શાળા પરિવાર દ્વારા ઝળહળતી સફળતા પ્રાપ્ત કરનાર તમામ વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. શાળાનાં આચાર્ય પ્રતિમાબેન સોની દ્વારા તમામ વિદ્યાર્થીઓને શુભકામનાઓ પાઠવવામાં આવી હતી.