ઊંઝા : તિરંગા યાત્રામાં જોવા મળ્યો અદમ્ય ઉત્સાહ : દેશભક્તિ ના રંગે રંગાયા નગરજનો

મોર્નિંગ ન્યુઝ ફોક્સ, ઊંઝા : ઓપરેશન સિંદૂરમાં દેશના સૈનિકોએ વીરતા સાથે અદમ્ય સાહસ દાખવ્યું તે બદલ તેમનું મનોબળ વધારવા આજ રોજ ઊંઝા ઉમિયા માતા ચોકથી સરદાર ચોક સુધી ભવ્ય ત્રિરંગા યાત્રા યોજાઈ.
જેમાં દેશભક્તિ થી રંગાઈ દરેક નાગરીક આ યાત્રામાં જોડાઈ ભારત માતા કી જય ના નારા સાથે સમગ્ર ઊંઝા શહેરમાં દેશભક્તિના નાદ ગુંજ્યા. ઊંઝાના ધારાસભ્ય કિરીટભાઈ પટેલ, પૂર્વ એપીએમસી ચેરમેન દિનેશભાઈ પટેલ, શહેર પ્રમુખ સંજય ભાઈ રાવળ ( પેઈન્ટર ) , જીજ્ઞાબેન પટેલ ( મિલન ) પાલિકા પ્રમુખ ઊંઝા, વિવિધ સંસ્થાઓના હોદ્દેદારો તેમજ સહકારી સંસ્થાના આગેવાનો ઉપરાંત ભાજપના કાર્યકરો અને મહિલાઓ સહિત મોટા પ્રમાણમાં નગરજનો તિરંગા યાત્રામાં જોડાયા હતા.