૨૦૨૪ ના પહેલા સૂર્યોદય સાથે ભુજના નવા આઈકોનીક બસપોર્ટનું સંચાલન શરૂ

૨૦૨૪ ના પહેલા સૂર્યોદય સાથે ભુજના નવા આઈકોનીક બસપોર્ટનું સંચાલન શરૂ

Mnf network:  આતુરતાથી વાટ જોવાઇ રહી હતી તે ભુજના આઈકોનીક બસપોર્ટનું ગત ૨૬મીએ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે લોકાર્પણ થયું હતું. આજરોજ વર્ષના પહેલા સૂર્યોદય સાથે આ બસપોર્ટમાં બસોનું આવાગમન શરૂ થશે.

નવા બસપોર્ટના ૧૫ પ્લેટફોર્મ પરથી રાજ્યભર તરફની ૫૫૦ થી વધુ બસોનું આવાગમન શરૂ થશે. લાંબા અંતરાય સુધી રોકાતી બસો પેસેન્જર ડ્રોપ કરી અન્યત્ર પાર્ક કરવામાં આવશે. બીજી તરફ બસ સ્ટેશન માર્ગો પર ટ્રાફિક સમસ્યા હલ કરવામાં નહીં આવે તો એસ.ટી.ના ડ્રાઇવરો દ્વારા બસો થોભી દેવાની ચમકીએ શહેર ટ્રાફીક પોલીસ અને નગરપાલિકાને દોડતા કરી દીધા છે.

બસપોર્ટનો ખૂણેખૂણો સીસીટીવી કેમેરાથી સજ્જ કરવામાં આવ્યો છે. જેનો ઉદ્દેશ સલામતીની સાથે સ્વચ્છતા જાળવવા માટેનો પણ રહેશે. બસપોર્ટની અંદર ધુમ્રપાન કરવા ઉપર પ્રતિબંધ લાદવામાં આવ્યું છે તેમ છતાં જો કોઈ પ્રવાસી દ્વારા ધુમ્રપાન કરવામાં આવશે કે થુકવામાં આવશે તો રૂ.૨૦૦ નો દંડ વસુલવામાં આવશે.