વિસનગર : નાણાંકીય સાક્ષરતા કેમ્પમાં મહિલાઓને સ્વનિર્ભર બનવા ની તાલીમ અપાઈ

વિસનગર : નાણાંકીય સાક્ષરતા કેમ્પમાં મહિલાઓને સ્વનિર્ભર બનવા ની તાલીમ અપાઈ

મોર્નિંગ ન્યુઝ ફોક્સ, વિસનગર : તાજેતરમાં 7 નવેમ્બર, 2025 ના રોજ મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકાના કામલપુર ગામે નાણાકીય સાક્ષરતા અંગેનો કેમ્પ યોજાયો જેમ ગામના લોકો તાલુકા કક્ષાનો એન.આર.એક.એમ યોજનાનો સ્ટાફ, તથા સ્વ સહાય જૂથ (SHG)ની બહેનો ઉપસ્થિત રહ્યા હતા.

કાર્યક્રમ દરમ્યાન ટી.એલ.એમ.શ્રી જયશ્રી બેન રાવલ દ્વારા સખી મંડળ વિશેની ખૂબ જ ઉપયોગી માહિતી આપવામાં આવીઆ ઉપરાંત બેન્ક ઓફ બરોડાના એફ.એલ.સી.શ્રી રાહુલ મકવાણા દ્વારા કાર્યક્રમમાં નાણાંકીય સાક્ષરતા અંગે માહિતગાર કરવામાં આવ્યા, જેમાં બહેનોને નાણાંકીય વ્યવહાર,વીમા યોજના, પેન્શન યોજના અને બચતની મહત્વતા અંગે ખૂબ જ અગત્યનું માર્ગદર્શન આપવામાં આવ્યુ.