વહેલી સવારે મંદિર જતાં સંજનાએ સાગરને કહ્યું, "........તો પછી હું તમારી ઋણી રહીશ "

વફા - એક પ્રેમ કહાની (ભાગ - 8 )

વહેલી સવારે મંદિર જતાં સંજનાએ સાગરને કહ્યું, "........તો પછી હું તમારી ઋણી રહીશ "
(ભાગ : 8 )  :   સાગર બેડ ઉપરથી ઉભો થઇ બહાર જોવા ગયો.જોયું તો બીજું કોઈ નહિ પણ સંજના હતી.તરત જ સાગરે પૂછ્યું, " સંજના, શુ વાત છે ? તબિયત તો બરાબર છે ને ? " સંજનાએ કહ્યું, " હા પણ નીંદ નો'તી આવતી એટલે બહાર આવી." સાગરે કહ્યું, " કેમ કોઈ ટેંશન છે.? " સંજનાએ કહ્યું, " ના, બટ એક ખરાબ ડ્રિમ આવી ગયુ પછી આંખ ખુલી ગઈ, પછી નીંદ જ ના આવી.સર, મારા માઈન્ડ માં કેટલાક સવાલ છે.ઇફ યુ ડોન્ટ માઈન્ડ, આઈ વોન્ટ ટુ આસ્ક યુ." સાગરે કહ્યું, " સ્યોર, બટ અત્યારે આરામ કર.એમ પણ તારી તબિયત થોડી નાજુક છે.ઉજાગરો કરવાથી હેલ્થ ને નુકશાન થાય." સંજના બોલી " બટ, નીંદ જ નથી આવતી.ખબર નહિ લાઈફ માં ફર્સ્ટ ટાઈમ એવું થયું છે કે રાત્રે આમ એકાએક નીંદ ઉડી ગઈ હોય." સાગરે કહ્યું, " એ તો હેલ્થ થોડી નાજુક હતી ને એટલે એમ લાગતું હોય, બીજું કે સ્લીપિંગ પ્લેસ બદલાય તો પણ એમ થતું હોય.જા મનમાં પોઝીટીવ વિચારો કરી આંખો બંધ કરી દે એટલે નીંદ આવી જશે.સવારે મંદિર જવાનું છે,યાદ છે ને ? " અને સંજના ખુશ થતા બોલી, " યસ, નાઉ આઈ ગો ટુ બેડ.તમે વહેલા જાગી જાઓ તો મને જગાડવાની જવાબદારી તમારી." સાગરે કહ્યું, " સ્યોર, લેટ્સ ગો ટુ બેડ." અને પછી સંજના રૂમ માં ગઈ.સાગર પણ તેના ગેસ્ટ રૂમમાં ગયો.
-------
સવારે 4.45 વાગે સાગરના ફોન નું એલાર્મ વાગ્યું.સાગર જાગી ગયો.રેડી થઈ બહાર આવ્યો ત્યાં સંજના ઉભી હતી.સંજનાએ કહ્યું, " લેટ્સ ગો ટુ ટેમ્પલ." અને સંજના અને સાગર સાથે સાથે ચાલતાં ચાલતાં મંદિર તરફ નીકળ્યાં.સંજનાએ ચાલતા ચાલતા સાગરને પૂછ્યું, " ડુ યુ બીલીવ ઇન કર્મા ? " સાગરે કહ્યું, " ઓફ કોર્સ, કેમ એકાએક એવું પૂછ્યું.?"  સંજનાએ કહ્યું, " તમે સાંજે મારા સિરદર્દ માટે જે દવા કરી એ શું કર્મ માં લખેલું હશે ? " સાગરે કહ્યું, " ચોક્કસ થી." પછી સંજનાએ હળવેથી કહ્યું, " તો હું તમારી ઋણાનુબંધી રહી.મારે પણ આ ઋણ ચૂકવવું પડશે ને તમોને ? સાગરે કહ્યું, " એવું ના હોય, એ તો કુદરતના ક્રમ પ્રમાણે ચાલતું હોય બધું.પણ સંજના તારી વાતો કોઈને વિચારતા કરી મૂકે એવી છે.યુ આર ટુ મચ ઇન્ટેલિજન્ટ." અને સંજના તરતજ એની આગવી છટા માં બોલી, " જાઓ ને હવે. 
-------
થોડીવારમાં બંને જણ મંદિરે પહોંચી ગયાં. મંદિરે દર્શન કરી પછી ઘર તરફ પાછાં વળ્યાં. સંજના ના ચહેરા પર એક જુદા પ્રકારની ખુશી હતી. બંને જણ ફટાફટ ઘરે પહોંચ્યાં. સંજના રસોડામાં જઈ અને ચા બનાવવા લાગી. એટલામાં નેહા, મીરલ અને બંસરી પણ રેડી થઈને રૂમની બહાર આવ્યાં.સૌ સાથે ચા-નાસ્તો કરવા બેઠાં.પછી કોલેજ જવા રેડી થયાં. સાગરે કહ્યું, " તમે લોકો શાંતિથી આવો, હું ચાલતો ચાલતો જાઉં છું." મીરલ બોલી, " કેમ ? " સાગરે કહ્યું, " બસ મોર્નિંગ માં ચાલવાની મજા આવે અને એ બહાને રસ્તો પણ પરિચીત થઈ જાય." અને સાગર ચાલતા ચાલતા કોલેજ પહોંચ્યો.
 -------
આજે કોલેજમાં અંગ્રેજીનાં પ્રોફેસર સંધ્યા મેડમ આવ્યાં ન હતાં એટલે સાગરે એમનો 3 જો લેક્ચર લેવા માટે એસ.વાય.ના વર્ગખંડમાં જવું પડ્યું.બંસરી,સંજના અને મીરલ પણ આ જ વર્ગખંડમાં હતાં. સાગર જેવો કલાસરૂમ માં દાખલ થયો.તમામ સ્ટુડન્ટ ઉભી થઇ અને ગુડ મોર્નિંગ પાઠવી.ત્યારબાદ સાગરે કહ્યું, " સ્ટુડન્ટસ, આ એક્સ્ટ્રા લેક્ચર છે બટ આપણે તમારી અંગ્રેજી બુક ની મહત્વની કવિતા ' ઓફ હ્યુમન બોન્ડેજ ' પર ચર્ચા કરીશું.આર યુ રેડી ? " સામેથી જવાબ આવ્યો, " યસ સર " પછી સાગરે કહ્યું, " સ્ટુડન્ટસ, બોન્ડેજ (બંધન, સંબંધ) વિશે આપ શુ માનો છો ? સૌ પ્રથમ હું આપના મંતવ્યો જાણવાનો પ્રયત્ન કરીશ.કારણ કે આપ લોકોના વિચારો આ કવિતાને વિસ્તૃત સમજવા ઘણા ઉપયોગી સાબિત થઈ શકે છે. " ત્યારે એક સ્ટુડન્ટ્સ ઉભી થઇ બોલી, " સર, ઇફ યુ ડોન્ટ માઈન્ડ, બોલવા કરતા અમને લખવાનું વધારે ગમશે." પ્રો.સાગરે કહ્યું, " ઓકે એઝ યુ વિશ, ટેક અ પેજ એન્ડ સ્ટાર્ટ રાઈટીંગ.એન્ડ રિમેમ્બર, યુ કેન મેન્શન યોર સીરીયલ નમ્બર ઓન યોર પેજ." અને કેટલીક વિદ્યાર્થીનીઓએ પેજ લઈ લખવાનું શરૂ કર્યું.
 -------
થોડાક સમય પછી બધા લખેલા પેજ સાગરે એકત્ર કરી ક્રમશઃ વાંચ્યા.વિદ્યાર્થીનીઓએ સરસ મજાના વિચારો રજૂ કર્યા હતા.પછી સાગરે એક પેજ પકડી પૂછ્યું, " 38 નંબરનું આ પેજ કોનું છે ? પ્લીઝ સ્ટેન્ડ અપ." બધી વિદ્યાર્થીનીઓ એકબીજા સામે જોવા લાગી.પરંતુ કોઈ ઉભું થયું નહિ.પછી સાગરે કહ્યું, " નો પ્રોબ્લેમ, બટ આમાં જે કાંઈ લખ્યું છે એ ખરેખર અદભૂત છે." તરત જ સામેથી સવાલ આવ્યો, " સર એમાં એવું તે શું લખ્યું છે ? " પેજ  હાથમાં લઈ સાગર બોલ્યો, " કેટલાક સંબંધો એવા હોય છે, જેને કોઈ નામ નથી હોતું,પણ જીવનભર ટકી રહે છે.બસ આ જ સાચી વફા છે." સાંભળીને બધી સ્ટુડન્ટ સાથે બોલી, " વાહ વાહ.....વાહ વાહ ! " પછી સાગરે આ વાક્યને કેન્દ્રમાં રાખી કવિતા ને વિસ્તૃતમાં સમજાવવાનું શરૂ કર્યું.લેક્ચર પૂર્ણ થયો.સાગરે કલાસ છોડ્યો.કોલેજ સમય પૂરો થયા બાદ સાગર ઘર તરફ ચાલતો થયો.
------
ઘરે જઈ પોતાના રૂમમાં ગયો.થોડી વાર બાદ નેહા પણ આવી.નેહાએ કહ્યું, " બ્રધર લેટ્સ ટેક લંચ ટુ ગેધર." સાગર ફ્રેશ થઈ આવ્યો પછી બંને જણ જમવા બેઠાં. જમતા જમતા નેહા બોલી, " બ્રધર આજે એસ.વાય.ના કલાસમાં ગયા હતા ને ? બધી સ્ટુડન્ટ્સ તમારી પ્રસંશા કરતી હતી.તમારી ટીચિંગ સટાઇલથી એ લોકો બહુ ઈમ્પ્રેસ થયાં. એ લોકો તો એવું કહેતાં હતાં કે, "કાશ, સંધ્યા મેડમની જગ્યાએ સાગર સર ભણાવતા હોત ! " અને સાગરે પેલા વાકય વાળી વાત કરી અને કહ્યું, " નેહા ખરેખર જેને એ વાકય લખ્યું હતું એ વ્યક્તિ એક ફિલોસોફર થી કમ નહિ હોય હો ! " અને નેહા મનમાં હસવા લાગી.ભોજન કરી સાગર ગેસ્ટ રૂમમાં આરામ કરવા ગયો.નેહા પણ એના રૂમમાં ગઈ.થોડીકવાર બાદ સાગરના મોબાઈલમાં મેસેજ ની રીંગટોન વાગી.સાગરે જોયું તો સંજના ના નમ્બર પરથી મેસેજ હતો.સાગરે મેસેજ ઓપન કર્યો તો એમાં લખ્યું હતું, " સોરી !  કલાસરૂમમાં આપે જે પેજ વિશે વાત કરી હતી એ પેજ મારું હતું.પણ બધાની વચ્ચે મને ખુદની પ્રસંશા યોગ્ય ન લાગી એટલે ઉભી ના થઇ.વન્સ અગેઇન સોરી."
 --------
સાગરે કોઈ રીપ્લાય કર્યો નહિ એટલે ફરી મેસેજ આવ્યો.સાગરે વાંચી રિપ્લાય લખ્યો, " ઇટ્સ ઓકે. ખરેખર સંજના તારી ફિલોસોફી ખૂબ સુંદર છે.મને તારું એ વાકય ઘણું પસંદ આવ્યું.તારા વિચારો ખૂબ સુંદર છે.તારા વિચારો જ તારી સાચી પર્સનાલિટી છે." પછી સંજનાએ મેસેજ માં લખ્યું કે, અમે લોકો હમણાં 5 વાગે આવીશું.આજે તમને એક સરપ્રાઈઝ આપવાની છે." સાગરે પૂછ્યું પણ સંજનાએ સરપ્રાઈઝ વિશે કોઈ રીપ્લાય ન કર્યો.સાગર વિચારતાં વિચારતાં જ સૂઈ ગયો. 4 વાગે નેહાએ સાગરને ચા પીવા બોલાવ્યો.ચા પીતા પીતા સાગરે પૂછ્યું, " નેહા શુ સરપ્રાઈઝ છે ? સંજના નો મેસેજ આવ્યો હતો." નેહા બોલી, " બ્રધર, સરપ્રાઈઝ એ સરપ્રાઈઝ હોય.પ્લીઝ ડોન્ટ થીંક અબાઉટ મોર એન્ડ વેઇટ ફોર ઇટ."
--------
બરાબર 5 વાગે મીરલ, બંસરી અને સંજના આવ્યાં. નેહાએ કહ્યું, " બ્રધર,  ચાલો રેડી થઈ ને આવો.આપણે બહાર જવાનું છે." સાગરે કહ્યું, " પણ તમે લોકો જઇ આવો.મારે થોડું રીડીંગ કરવુ છે." મીરલ સાગર પાસે જઈ બોલી, " તમારે આવવાનું જ છે, એટલે હવે બહાનું રે'વા દો. એમ પણ નેહાના પપ્પા નો પણ ઓર્ડર છે.એટલે આવવું જ પડશે." મીરલ આજે પહેલી વાર સાગર સામે આટલા બધા શબ્દો એક સાથે બોલી હતી.સાગર પાસે હવે કોઈ વિકલ્પ નો'તો. નેહા કારની ચાવી લઈ આવી.પછી બધાં કારમાં બેઠાં. સાગર નેહા પાસે આગળની સીટ પર બેઠો.કાર એક મોલ ના પાર્કિંગ માં જઇ ઉભી રહી.પછી લિફ્ટ દ્વારા ફર્સ્ટ ફ્લોર પર ગયાં. સાગરને એ નહોતું સમજાતું કે આ લોકો શા માટે તેને અહીં લાવ્યાં હતાં. નેહા, સંજના અને બંસરી આગળ ચાલતાં હતાં. મીરલ સાગર સાથે ચાલતી હતી.એ લોકોએ સાગરને સાથે રાખી સાગર માટે બે જોડી કપડાં અને નવા સ્પોર્ટ્સ શૂઝ ખરીદ્યા.ખરીદી તો થઈ ગઈ પણ સાગર મૂંઝવણમાં મૂકાયો. કપડાં અને શૂઝ ખૂબ મોંઘા હતા.સાગરના બજેટ ની બહારની ખરીદી હતી.સાગરે નેહા ને ધીમેથી કહ્યું, " અરે પણ આ બધાની શુ જરૂર છે.ખોટો ખર્ચ નથી કરવો.તમે લોકો રેવા ' દો." નેહા બોલી, " બ્રધર, પપ્પા નો ઓર્ડર છે.અને હા પૈસાની ચિંતા પણ તમારે નથી કરવાની.જુઓ હવે તમે થોડો સમય અહીં બેસો.અમે લોકો એક વસ્તુ લઈ બસ થોડી વારમાં રિટર્ન અહીં આવીએ છીએ."
 --------
સાગર એક બર્થ પર બેઠો.એનાં મનમાં ઘણી બધી કલ્પનાઓ દોડતી હતી.સાગર બેઠો બેઠો જોઈ રહ્યો હતો કે ગામડાઓ કરતા શહેરો સુખ સુવિધાની બાબતમાં કેટલાં આગળ નીકળી ગયાં છે ! ગામડામાં લોકો એકદમ સાદું અને સરળ જીવન વિતાવે છે જ્યારે શહેરી જીવનમાં વાસ્તવિકતા ઓછી અને ભભકો ભારે જોવા મળે છે.સાગરે શહેરની આવી રોનક પહેલી વાર જોઈ હતી.બીજી મહત્વની વાત એ પણ જોવા મળી કે શહેરમાં લોકો પોતાના પહેરવેશ અને સ્વાસ્થ્ય ને લઈ પણ વધારે જાગૃત જોવા મળે છે.આજે વહેલી સવારે જ્યારે સાગર કોલેજ ચાલતો ગયો ત્યારે પણ એને અનેક લોકોને વોકિંગ કરતા જોયા હતા જેમાં 30 થી વધુ વયના લોકો વધારે વોકિંગ કરતા જોવા મળ્યા હતા.ખેર,સાગરે એટલું તો મનોમન સમજી લીધું હતું કે શહેરમાં ટકી રહેવા માટે પોતાની લાઈફ સટાઇલમાં ફેરફાર કરવો જરૂરી છે. એટલામાં નેહા ને એ લોકો આવી ગયાં પણ વિચારોના દરિયામાં ડૂબેલ સાગરને ખબર જ ન રહી.નેહાએ સાગરને કહ્યું, " બ્રધર, કયાં ખોવાઈ ગયા છો ? " સાગર તરત જ સતર્ક થયો અને કંઈ નહીં એમ બોલી કહ્યું, " ચાલો હવે શોપીંગ થઈ ગઈ હોય તો ઘરે જઈએ. " અને બધાં કારમાં જઈને બેઠાં.નેહાએ કાર ઘર તરફ હંકારી.
------------
બંસરી એ કહ્યું, " સર તમે કંટાળી ગયા લાગો છો." સાગરે કહ્યું, " ના ના એવું નથી, પણ જો સાચું કહું તો શહેરના હાઇફાઈ લોકોની વચ્ચે મારા જેવો ગામડા નો માણસ ના શોભે ! " સંજના તરત જ બોલી, " આઈ થીંક, તન ની સુંદરતા કરતાં મન ની સુંદરતા જ વ્યક્તિ ની સાચી ઓળખ છે." સાગરે સંજના ના વાકય ઉપર રીએક્ટ કરતાં કહ્યું, " અદભૂત વિચાર છે. પણ આ બધું પુસ્તકોમાં સારું લાગે છે,સંજના.શહેરના લોકો ને જોઈ લાગતું નથી કે લોકો માણસ ની કિંમત એના વિચારોથી કરતા હોય ! આ દુનિયામાં બધા પાઠક સર થોડા હોય ? " અને તરત જ નેહાને તેના પપ્પા ને ફોન કરવાનું યાદ આવ્યું.નેહાએ ફોન કરી સ્પીકર પર રાખ્યો.પાઠક સરે ફોનમાં જણાવ્યું કે, " તેઓ આવતી કાલે સાંજના આવી જશે." નેહાએ કહ્યું, " ડોન્ટ વરી પપ્પા, શાંતિ થી આવજો.હાલ અમે લોકો આપે કહ્યું હતું એ મુજબ સાગર સર માટે ખરીદી કરી ને હવે ઘર તરફ જઈ રહ્યાં છીએ." પાઠક સરે કહ્યું, " ગુડ, ટેક કેર ઓલ ઓફ યુ." અને ફોન કટ થઈ ગયો. નેહાએ કહ્યું, " બ્રધર, આપને વહેલા જમવાની હેબીટ છે તો ભૂખ લાગી હશે ને ? સાગરે માથું હલાવી હા પાડી તો મીરલ અને બંસરી પણ એક સાથે બોલ્યાં, " હા યાર, ભૂખ તો બહુ લાગી છે.બસ જમી ને સૂઈ જવું છે." 
 ---------
વાતો વાતોમાં ઘર આવી ગયું, બધાં એ સાથે મળી ભોજન લઈ લીધું પછી સાગર બગીચામાં ચાલવા લાગ્યો.થોડી વારમાં નેહાએ સાગરને સ્ટડી રૂમમાં આવવા સાદ પાડ્યો.સાગર સ્ટડી રૂમમાં ગયો.બંસરી એ કહ્યું, " સર, પ્લીઝ કાંઈ પણ સવાલ કર્યા વિના આંખો બંધ કરી આપનો લેફ્ટ હેન્ડ આગળ તરફ લંબાવો. ફાસ્ટ "  સાગરે આંખ બંધ કરી ડાબો હાથ આગળ કર્યો. હાથ પર કાંઈક પટ્ટા જેવું બાંધવામાં આવી રહ્યું હોય એવું સાગરને લાગ્યું.થોડી વાર પછી આંખ ખોલવા માટે કહેવામાં આવતાં જ સાગરે આંખ ખોલી હાથ તરફ જોયું તો ચોકી ગયો.સાગરના હાથમાં ઘડિયાળ હતી.સાગરે ધ્યાનથી જોયુ કે ખૂબ મોંઘી ઘડિયાળ હતી.મીરલ તરત જ બોલી , " ધીસ ઇઝ આર સરપ્રાઈઝ.બહુ મસ્ત લાગે છે, હે ને નેહા ? " સાગરે કહ્યું, " થેન્કસ ઓલ ઓફ યુ.બટ આટલી મોંઘી ઘડિયાળ ની શુ જરૂર હતી ? " બાય ધ વે, આ આઈડિયા કોનો હતો ? " બંસરી તરત જ બોલી, " ફોલિસોફર નો " સાગરે આશ્ચર્ય સાથે પૂછ્યું, " કોણ ફિલોસોફર ? " બંસરી એ સંજના તરફ આંખનો ઇશારો કર્યો.સાગર સમજી ગયો અને બોલ્યો, " ઓહો, ક્યા બાત હૈ ! પણ એક વાત તો ચોક્કસ થી કહીશ કે ગામડાની મોહ માયા મૂકીને શહેરમાં આવ્યા બાદ તમારા લોકોની કંપનીએ મને ગામડા ની યાદ નથી આવવા દીધી. તમારા લોકોનું આ ઋણ હું કેમ ચૂકવીશ ? " અને સાગર થોડો ભાવુક બની ગયો.તરત જ સંજના બોલી, " સર, ભૂલી ગયા ? કર્મ નું બંધન ! "
---------
અને સાગર થોડો સ્વસ્થ થયો.પછી બોલ્યો, " જુઓ, હવે તમારી એકઝામ નજદીક છે.હવે તમારે મન લગાવી રીડીંગ કરવું જોઈએ.અને હા જો કોઈ સ્ટડી પ્રોબ્લેમ હોય તો જણાવજો. " તરત જ બંસરી બોલી " ચોક્કસ થી સર. સોમવારથી અમે પણ રીડીંગ શરૂ કરી દઈશું. ઇંગ્લીશમાં તમારે અમને લોન્ગ કવેશ્ચન થોડા સમજાવવા પડશે." સાગરે કહ્યું, " ચોક્કસથી. જુઓ હવે હું પણ થોડી વાર રીડીંગ કરી લઉં.તમે લોકો હવે આરામ કરો.અને હા સંજના, જો રાત્રે સૂતા પહેલા 11 ગાયત્રી મંત્ર બોલવાનું ભૂલતી નહિ એટલે કોઈ ખરાબ સ્વપ્ન ના આવે."  સંજનાએ કહ્યું, " ચોક્કસથી.અને હા સવારે મંદિરે જવાનું છે, તમે સાથે આવશો ને ?  " સાગરે કહ્યું, " ઓફ કોર્સ, ચાલો હવે ગુડ નાઈટ ઓલ ઓફ યુ." અને સાગર તેના રૂમમાં ગયો.
 ---------
સાગર સવારે વહેલો જાગ્યો.રેડી થયો ત્યાં જ મોબાઈલમાં સંજના નો ગુડ મોર્નિંગ નો મેસેજ આવ્યો.સાગરે પણ ગુડ મોર્નિંગ પાઠવી પૂછ્યું કે આર યુ રેડી ? સંજનાએ રીપ્લાય કરી કહ્યું, " બસ માત્ર 5 મિનિટ માં રેડી.અને સાગર તેના રૂમ માંથી બહાર આવ્યો.ત્યાં થોડી વારમાં સંજના પણ આવી.પછી બંને મંદિર તરફ ચાલ્યાં.રસ્તામાં સાગરે કહ્યું, " સંજના મારે એક આર્ટિકલ લખવો છે.તો વિચારું છું કે એમાં તારા પણ કેટલાક વિચારોનો સમાવેશ કરું.તારા વિચારો બધા કરતાં સાવ જુદા અને એકદમ હટકે છે.જો ને તે કલાસ માં જે વાકય લખ્યું ને એમાંથી મને આર્ટિકલ લખવાની એક નવી દિશા મળી ગઈ.જો તને વાંધો ના હોય તો તું જ્યારે ફ્રી હોય ત્યારે તારા વિચારોને કાગળ પર પ્રગટ કરી મને મોકલજે મને ઉપયોગી થશે." સંજનાએ કહ્યું, " સ્યોર, થેન્કસ ટુ વલ્યુ માય થોટ્સ.બટ આઈ એમ ઓર્ડિનરી પર્સન.હા હું ટ્રાય કરીશ." સાગરે કહ્યું, યે હુઈ ના બાત." વાતો કરતાં કરતાં મંદિરે પહોંચી બંને જણ ઝડપથી ઘરે પાછાં ફરી રહ્યાં હતાં ત્યારે સંજનાએ પૂછ્યું, " હું તમને મેસેજ કરું તો તમને ડિસ્ટર્બન્સ તો નહીં લાગે ને ? એટલા માટે પૂછ્યું કે ઘણી વખત હું જ્યારે એકલી બેઠી બેઠી વિચારતી હોય, ત્યારે મારા માઇન્ડમાં ઘણીવાર કેટલાક વિચારો આવતા હોય છે તો એ વિચારો હું આપની સાથે શેર કરી શકું." સાગરે તરત જ કહ્યું, " ઓફ કોર્સ, યુ સેન્ડ મી મેસેજ એની ટાઈમ.આઈ વુડ લાઈક ઇટ.બટ નાઉ એકઝામ ટાઈમ સો ઓન્લી પે એટેનશન ઇન યોર રીડીંગ, ઓકે ? લેટ્સ વોક ફાસ્ટ" અને બંને વાતો કરતાં કરતાં ઘરે પહોંચી ગયાં. સાગરે નેહાને કહ્યું કે તમે લોકી શાંતિ થી આવો હું કોલેજ પહોંચું છું.એમ કહી સાગર કોલેજ જવા રવાના થયો.
----------
કોલેજથી નેહા અને સાગર પરત ફર્યા ત્યારે પાઠક સર આવી ગયા હતા.ઘરે આવી સાગર સર સાથે થોડી વાર બેઠો પછી સાથે ભોજન લઈ આરામ કરવા ગયા. જમતી વખતે સાગરે પાઠક સરની કોંફરન્સ વિશેની વાતો સાંભળી.જમીને નેહાએ એના સ્ટડી રૂમમાં ગઈ અને સાગર પાઠક સર સાથે બગીચામાં થોડી વાર બેઠો.પછી થોડી વાતો કરી સૂઈ ગયા.હવે તો  સાગરનો નિત્યક્રમ પણ ફિક્સ થઈ ગયો હતો.કોલેજ અને ઘર સિવાય એ ક્યાંય ફરવા જતો નહિ.દિવસો વીતી રહ્યા હતા.ધીમે ધીમે સાગર શહેરના વાતાવરણમાં એડજસ્ટ થઈ રહ્યો હતો.નેહા અને એની બહેનપણીઓ પણ પરીક્ષાની તૈયારીમાં વ્યસ્ત બની ગઈ હતી.અવાર નવાર નેહાની બહેનપણીઓ એના ઘરે આવે ત્યારે સાગર સાથે થોડી ગપસપ કરતી.હા સંજના મોટાભાગે રેગ્યુલર સાગરને સવાર-સાંજ ગુડ મોર્નિંગ અને ગુડ નાઈટ નો મેસેજ કરતી. નોકરીનો એકાદ મહિનો વીતી ગયો.સાગરને એની પ્રથમ સેલેરી મળી.એ દિવસે સાગરે પાઠક સરને હોટેલમાં જમવા માટે કહ્યું.પણ સરે કહ્યું, " મારી તબિયતને અનુકૂળ નથી આવતું.એક કામ કર, તું અને સંજનાની  બહેનપણીઓ જઇ આવો." સાગરે સરને ઘણું કહ્યું પણ સર ના માન્યા.છેવટે સાગરે નેહાને કહ્યું, " તો તમે લોકો તો આવશો ને ? " નેહા તરત જ બોલી, " યસ બ્રધર, ચાલો હું મારી બહેનપણીઓ ને ફોન કરી ને જાણ કરી દઉં છું." અને નેહાએ બધાને આમંત્રણ આપી દીધું.બંસરી, મીરલ અને સંજના બરાબર સાંજે 6.30વાગે નેહા ના ઘરે આવી ગયાં. ત્યાંથી કાર લઈ એ લોકો શહેરની નામાંકિત ખાઉધરા ગલી માં ગયાં.બધાં ડિનર ટેબલ પર ગોઠવાઈ ગયાં. મીરલે પૂછ્યું, " કઈ ખુશીમાં પાર્ટી છે નેહા ? " નેહાએ કહ્યું, " સર ને પ્રથમ સેલેરી મળી એની ખુશીમાં સર તરફથી છે."  એટલામાં વેઈટર ઓર્ડર માટે આવ્યો.બંસરી ત્રણ બટર ભાજી પાઉ અને બે ઢોસા નો ઓર્ડર આપી દીધો.જો કે સાગરે આજે પહેલી વાર શહેરની રેસ્ટોરન્ટ માં ભાજી પાઉ નો સ્વાદ ચાખ્યો.ભોજન પૂરું થયું ત્યાં નેહા બધાને આઈસ્ક્રીમ ખાવા લઈ ગઈ.આઈસ્ક્રીમ ખાતી વખતે સાગરના ફોન ની રીંગટોન વાગી.
 -----------
સાગરે ફોન ઊંચક્યો.થોડું દૂર જઈ એકાદ મિનિટ જેટલી વાતચીત કરી સાગરે તરત જ કહ્યું, " ચાલો, આપણે હવે ઘરે જઈએ."  સંજના એ પૂછ્યું, " જુહી નો કોલ હતો કે શું ? " સાગરે કહ્યું, " ના " સાગરના ચહેરા પર ઉદાસીનતાની રેખાઓ સંજનાએ વાંચી લીધી પણ બધાની વચ્ચે એ કાંઈ બોલી નહી. પછી એ લોકો ઘરે ગયા.સંજના ની ફ્રેન્ડ્સ પાઠક સર ને ગુડ નાઈટ વિશ કરી એમના ઘરે ગઈ.સાગર નેહા ની સાથે પાઠક સર પાસે ગયો અને કહ્યું, " સર ગામડેથી ફોન હતો.મારા ફાધર બીમાર છે તો મારે તાત્કાલિક ગામડે જવું પડશે." પાઠક સરે કહ્યું, ડોન્ટ વરી માય બોય, યુ કેન ગો.અને જો ગાડી લઈને જવું હોય તો જા નેહાને પણ લઈ જા." સાગરે કહ્યું, " ના સર આ તો લાંબુ અંતર છે અને હું લોન્ગ ટાઈમ કાર માં મુસાફરી કરી શકતો નથી.હું બસ માં જ નીકળી જઈશ." પાઠક સરે કહ્યું, " ઓકે માય બોય, બીજી કોઈ જરૂરિયાત હોય તો પણ બે જીજક મને જણાવજે." અને સાગર પાઠક સરને ચરણ સ્પર્શ કરી એના રૂમમાં જઇ બેગ પેક કરવા લાગ્યો.નેહાએ એને મદદ કરી.પછી નેહા સાગરને બસ સ્ટેન્ડ છોડવા માટે ગઈ.
 ----------
નેહા થોડી ભાવુક બની ગઈ. સાગરે જોયું તો નેહા ની આંખમાં ઝળહળીયાં આવી ગયાં હતાં.સાગરે કહ્યું, " નેહા શુ વાત છે.કેમ ચહેરા પર ઉદાસી ? " નેહા આંખો લૂછતાં બોલી, " બ્રધર, ખબર નહી, માત્ર થોડા દિવસો માં જ તમારી સાથે આટલા લાગણીના સંબંધો કેવી રીતે બંધાઈ ગયા ? મારા સગા ભાઈ ને એરપોર્ટ છોડવા ગઈ એ વખતે પણ મારી આંખોમાં આંસુ તો નો'તા જ આવ્યા.આજે તમેં જાઓ છો તો બસ આંખો ભરાઈ આવી." સાગરે નેહા ને સગી બહેન જેટલો જ પ્રેમ આપ્યો હતો.સાગરે નેહા ને આશ્વાસન આપતાં કહ્યું, " પાગલ, હું તો બસ બે-ત્રણ દિવસ માં પરત આવી જઈશ.યુ આર માય બેસ્ટ સિસ્ટર.અને હા જો  એકઝામ ની તૈયારીમાં કોઈ કચાશ રાખતી નહિ." બસ સ્ટેન્ડ આવી ગયું.નેહા સાગરને બસમાં બેસાડી પરત ફરી.સાગર પણ કોણ જાણે કેમ આ શહેરની હવા સાથે લાગણી ના તાંતણે બંધાઈ રહ્યો હતો.થોડી વાર પછી બસ ઉપડી.