" બાય ધ વે, આઈ એમ અંજલી, નાઇસ ટુ મીટ યુ ".....અને અંજલી વેરાન રણમાં પડેલ વરસાદના ટીપાં ની જેમ અદ્રશ્ય થઈ ગઈ

વફા - એક પ્રેમ કહાની

" બાય ધ વે, આઈ એમ અંજલી, નાઇસ ટુ મીટ યુ ".....અને અંજલી વેરાન રણમાં પડેલ વરસાદના ટીપાં ની જેમ અદ્રશ્ય થઈ ગઈ

વફા - એક પ્રેમ કહાની (જશવંત પટેલ) 

Episode : 2

हमने देखी है उन आंखों की महकती ख़ुशबू

हाथ से छूके इसे रिश्तों का इल्ज़ाम न दो

सिर्फ़ एहसास है ये रूह से महसूस करो

प्यार को प्यार ही रहने दो कोई नाम न दो"

                                         -ગુલઝાર

બધા મુસાફરો ચડી ગયા બાદ સૌથી છેલ્લે આ યુવાન બસમાં ચડ્યો.કંડકટર સીટ પાસે દરવાજા નજીક ઉભા રહી પોતાના હાથમાં રહેલ સામાન ની બેગને લગેજ મૂકવાની જગ્યાએ ગોઠવી દીધા બાદ બેસવાની જગ્યા મળે તે માટે આમ તેમ જોયું પણ બસ હાઉસ ફૂલ હતી એટલે છેવટે ઉભા રહેવાનો વારો આવ્યો.મંઝીલ દૂર હતી એટલે વધારે સમય ઉભા રહીને મુસાફરી કરવી થોડી આકરી હતી.રાત્રીનો સમય હતો.જેનું સ્ટેશન નજીક આવવાનું હોય એ મુસાફરો જાગતા હતા બાકી દૂર જનારા મુસાફરો આંખો બંધ કરી બેઠા બેઠા આરામ ફરમાવી રહ્યા હતા.યુવાને કંડકર પાસેથી ટીકીટ મેળવી પછી દરવાજાની બાજુમાં જ  ઉભો રહી ગયો.થોડીક બસ આગળ ચાલ્યા બાદ કંડક્ટરે પેલા યુવાનને બસી જવા ઈશારો કરી પેપરનો ટુકડો આપ્યો.યુવાને thank you બોલી દરવાજા પાસે જ નીચે બેઠક જમાવી દીધી.કંડકટર થોડો  મોજીલો હતો.વળી એ સમયે બસોમાં મુસાફરોના મનોરંજન માટે ટેપ મુકાયા હતા અને ગીતો વગાડવાની શરૂઆત કરાઈ હતી એટલે બસમાં ધીમા અવાજે સરસ કર્ણપ્રિય ગીત વાગતું હતું.ગીત જૂના પણ દિલને સ્પર્શી જાય તેવા હતા એટલે પેલા કંડકર ઉપરાંત ગીત સાંભળવાના શોખીનો ગીત ના શબ્દો ઉપર બેઠા બેઠા રિએક્શન કરતા હતા.
 
આશરે 20 થી 25 કિલોમીટર કાપ્યા બાદ એક સ્ટેશન આવ્યું અને બસની ગતિ ધીમી પડી.કંડક્ટરે ઉતરનારા મુસાફરો ઉતરી જાય તે માટે સ્ટેશન આવ્યું એવી એક હાકલ કરી.બસ ના દરવાજે થી પાછળના ભાગે આવેલ સીટ પરથી એક મુસાફર ઉભો થયો.સામાન લઈ ઉતરવા દરવાજા તરફ આવ્યો એટલે તરતજ પેલા કંડક્ટરે દરવાજા પાસે બેસેલ યુવાનને ઈશારો કરી ખાલી થયેલ સીટ પર બેસી જવા કહ્યું.અને પેલો યુવાન સામાન ની બેગ આગળ છોડી પાછળ ખાલી સીટ પર બેસવા માટે ગયો.પણ થોડો અચકાયો કારણ કે છેલ્લી સીટ માં એમ પણ 6 મુસાફર બેસી શકે એટલી જ જગ્યા હોય છે. જે મુસાફર અહીંથી ઉભો થઇ સ્ટેશને ઉતર્યો હતો એ માંડ માંડ જગ્યા કરીને બેસેલો 7 મો વ્યક્તિ હતો.એટલે હવે કેમ બેસવું કારણ કે સાતમો મુસાફર જયાંથી ઉભો થયો એની બાજુમાં એક યુવતી બેઠી હતી.એ 7 મો મુસાફર ઉંમર લાયક હતો એટલે કદાચ આ છ મુસાફરોએ થોડા આમ તેમ થઈ એમને જગ્યા આપી હશે એમ વિચારી પેલા યુવાને બેસવાનું માંડી વાળ્યું અને ઉભો રહી ગયો. ત્યાં વાંચવામાં મસ્ત રહેલી યુવતી નું ધ્યાન પેલા ઉભેલા યુવાન તરફ ગયું અને તે યુવતી થોડીક ખસી અને યુવાન ને બેસી શકાય એવી વ્યવસ્થા થઈ એટલે યુવાન જઈ ને બેસી ગયો.
-------------------
યુવાને બેઠા બાદ થોડી રાહત અનુભવી.જો કે આરામ થી બેસી શકાય એમ તો ન હતું અને એમ પણ બાજુમાં યુવતી બેઠી હતી એટલે આમ તેમ હલન ચલન કરવું પણ મુશ્કેલ હતું.થોડી વાર બાદ પેલી યુવતી જે બુક વાંચતી હતી એ બંધ કરી અને બુક બેગમાં મુકવાની તૈયારી કરતી હતી ત્યાં પેલા યુવાનની નજર બુકના કવર પેજ પર પડી અને સહજતાથી પ્રશ્ન પુછાઈ ગયો, ' બી.એ.બીથ ઈંગ્લીશ કરો છો ?' યુવતીએ અક્કડતા પૂર્વક કહ્યું , " તમારે કાંઈ કામ છે ? " એટલે પેલા યુવાને એકદમ સરળ શબ્દોમાં કહ્યું, " તમારા હાથમાં રહેલી 'ઓથેલો '  ની બુક જોઈ એટલે પૂછ્યું " અક્કડ બનેલી યુવતી મીણબત્તી ની જેમ પીગળી રહી હોય એમ બોલી, " શુ તમે વાંચી છે આ બુક? " યુવાને જવાબમાં કહ્યું , " મારે બી.એ.માં આવતી હતી આ સ્ટોરી.ખૂબ જ રસપ્રદ છે."
----------------------
અને પેલી યુવતીએ યુવાનની વાતમાં રસ દાખવતા પૂછ્યું કે ખરેખર ખૂબ રોમાંચક સ્ટોરી છે ? યુવાને કહ્યું, " હા ' . અને થોડો સમય બંને મૌન થઈ ગયાં. પછી પેલી યુવતી બોલી, ' હું કોલેજમાં છું અને મારે થોડા સમય બાદ એકઝામ છે એટલે આજે એક ફ્રેન્ડ પાસેથી રીડ કરવા લીધી પણ ..." તરત જ યુવાને પૂછ્યું, " પણ શું ? " ત્યાં પેલી યુવતીએ થોડું અચકાઈને કહ્યું, " મારે એક બાજુ એકઝામ છે, તો બીજી બાજુ એક નજીકના સંબંધીના લગ્ન છે,એટલે લાગતું નથી કે આ બુક હું રીડ કરી શકીશ. બાય ધ વે, આપ તો આ સ્ટોરી સ્ટડી કરી ચૂક્યા છો તો આપને જો કોઈ પ્રોબ્લેમ ના હોય તો મને શોર્ટ માં થોડી સ્ટોરી ની ડિટેલ કહેશો ? " યુવાને કહ્યું, " આપને કોઈ વાંધો ના હોય તો ચોક્કસથી સંભળાવું...પણ યાદ રાખજો કે આ માત્ર સ્ટોરી છે.કોઈ હકીકત નથી." પેલી યુવતી એ કહ્યું જલ્દી સ્ટાર્ટ કરો નહિ તો વાતો-વાતો માં પછી સ્ટેશન આવી જશે." યુવાને ઓથેલોની સ્ટોરી કહેવાનું શરૂ કર્યું, " જેમ કાળા કૃષ્ણ ની વાંસળી ના મધુર અવાજ થી રાધા દિવાની બની હતી એમ વાર્તા ના મુખ્ય નાયક એવા મૂર (અંગ્રેજીમાં શ્યામ રંગના નાયક ઓથેલો માટે મૂર શબ્દ પ્રયોજાયો છે) ઓથેલોની બહાદુરી ની વાતો સાંભળી ને એક ખૂબ જ સ્વરૂપવાન ડેસડેમોના નામની યુવતી એના પ્રેમ માં પડે છે....." અને પછી તો એકબીજાને જાણે ઘણા સમયથી ઓળખતાં હોય એમ બંને જણ 'ઓથેલો ' સ્ટોરી ની ચર્ચામાં ઓત પ્રોત બની ગયાં.
-------------------------
એસ.ટી.બસ હવે લાંબા કિલોમીટર કાપી શહેરમાં પ્રવેશી રહી હતી.પેલી યુવતીએ કહ્યું કે હવે પછી જે સ્ટેશન આવે ત્યાં ઉતરવાનું છે.એમ કરી એને પોતાનો સામાન એકત્ર કર્યો.ત્યારબાદ યુવતીએ યુવાનને thank you કહ્યું.યુવાને પૂછ્યું આભાર શેનો ? યુવતીએ કહ્યું તમારી સાથે વાતો કરતાં કરતાં એક તો રસ્તો કપાઈ ગયો, બીજું આખી સ્ટોરી તમે સંભળાવી દીધી એટલે હવે મને એકઝામ માં કામ લાગશે.યુવતીના મોમાંથી અચાનક જ શબ્દો સરી પડ્યા, " શુ તમને કદી ઓથેલો જેવો અહેસાસ થયો છે ખરો ? "  યુવાને હસતાં હસતાં કહ્યું આ તો તમે નિખાલસ હતાં એટલે વાતો કરી, બાકી અપરિચિત સાથે કેમ કરી બોલવું.અને તરત જ યુવતીએ પોતાનો પરિચય આપતાં કહ્યું, " બાય ધ વે, આઈ એમ અંજલી એન્ડ નાઇસ ટુ મીટ યુ " વાક્ય પૂરું થયું ત્યાં જ કંડક્ટરે બેલ માર્યો અને બસ થોભી. અંજલી ' Bye '  બોલી ઝડપભેર નીચે ઉતરી ગઈ.બસ આગળ ચાલી. યુવાને બારીના કાચ માંથી પાછળ જોયું અને એક વેરાન રણ માં પડેલ વરસાદના ટીપા ની જેમ અંજલી અદ્રશ્ય થઈ ગઈ.
 
-----------------------------------
સ્ટોરી કેવી લાગી એ અંગે આપનો પ્રતિભાવ નીચેના ઇમોજીસ દ્વારા અવશ્ય આપો.
વધુ આવતા અંકે.....દર બુધવારે આ કોલમ પ્રસિદ્ધ થશે.

હવેથી દર બુધવારે પ્રસિદ્ધ થનારી આ કોલમમાં આપના પ્રતિભાવો મોકલવા ઈમેલ કરો :    [email protected]