'આંખ મિચોલી'નું શુટીંગ દ્વારકા અને જુનાગઢમાં પણ કરવામાં આવ્યું

'આંખ મિચોલી'નું શુટીંગ દ્વારકા અને જુનાગઢમાં પણ કરવામાં આવ્યું

આગામી સોમવારથી સ્ટાર પ્લસ પર નવો શો 'આંખ મિચોલી' શરૂ થવાનો છે. શશી સુમિત પ્રોડકશન્સ દ્વારા નિર્મિત આ શો ગુજરાતની પૃષ્ઠભુમિ પર આધારીત છે. ખુશી દુબે અન્ડરકવર કોપ છે. જે આઇપીએસ બનવાની ઇચ્છા ધરાવે છે. આ શોમાં સાસ વહુની ટ્વિસ્ટેડ વાર્તા છે. નવનીત મલિકે આ શોના મહત્વની સિકવન્સના શુટીંગ માટે ગુજરાતના દ્વારકા અને જુનાગઢની મુલાકાત લીધી હતી.

આ બંને શહેરમાં મહત્વના દ્રશ્યોનું શુટીંગ થયું છે. ખુશી દુબે સાથે નવનીત મલિક આ શોમાં મુખ્ય ભુમિકામાં છે. તે સુમેધ નામની ભુમિકા નિભાવી રહ્યો છે. નવનીત કહે છે દ્વારકા અને જુનાગઢમાં શુટીંગ કરવાનો અનુભવ ખુબ જ રોમાંચક હતો. અમે આ શહેરોની ગલીઓમાં શુટીંગ કર્યુ છે.