Breaking ઊંઝા : ઉનાવા સરપંચના રાજીનામાને લઈ સૌથી મોટા સમાચાર : રાજીનામું મંજૂર થયું કે પાછું ખેંચાયું ?
મોર્નિંગ ન્યુઝ ફોકસ ( જશવંત પટેલ ) : ઊંઝા તાલુકાની સૌથી મોટી ગ્રામ પંચાયત ધરાવતી ઉનાવા ગ્રામ પંચાયતના સરપંચે એકાદ અઠવાડિયા પહેલા પોતાના હોદ્દા ઉપરથી રાજીનામું આપી દીધું હતું. જોકે રાજીનામું આપી દીધા બાદ તેમણે રાજીનામું પાછું ખેંચી લીધું હોવાનું અફવાઓ બજાર પણ ગરમ થયું હતું.
પરંતુ મોર્નિંગ ન્યુઝ ફોકસ દ્વારા આ અંગે જ્યારે ઊંઝા તાલુકા વિકાસ અધિકારીને પૂછવામાં આવ્યું ત્યારે તેમણે જણાવ્યું હતું કે ઉનાવાના સરપંચ દ્વારા રાજીનામું આપવામાં આવ્યું છે એ રાજીનામાં અંગે આગામી સમયમાં યોજાનારી ઊંઝા તાલુકા પંચાયતની કારોબારીમાં નિર્ણય લેવામાં આવશે.
જો કે માહિતી મુજબ, આજરોજ યોજાયેલી ઊંઝા તાલુકા પંચાયતની કારોબારીમાં ઉનાવા ગ્રામ પંચાયતના સરપંચના રાજીનામાને મંજુર કરવામાં આવ્યું હોવાની માહિતી સત્તાવાર સુત્રો દ્વારા પ્રાપ્ત થઈ છે.
આ અંગે ઊંઝા તાલુકા વિકાસ અધિકારી દ્વારા મોર્નિંગ ન્યુઝ ફોકસ ને જણાવવામાં આવ્યું હતું કે, ઉનાવા સરપંચ નું રાજીનામું તાલુકા પંચાયતની કારોબારીમાં મંજૂર થયું છે ત્યારે આ અંગે સરપંચને પણ જાણ કરતો પત્ર મોકલવામાં આવ્યો છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, હવે તેમનું રાજીનામું મંજુર થયું હોવાનો પત્ર તેમને મળ્યા બાદ તેઓ ગ્રામ પંચાયતમાં પોતાના હોદ્દા પર રહી શકશે નહીં. આગામી સમયમાં તેઓ આ નિર્ણયને પડકારી શકે છે.