ઊંઝા : ભાજપ દ્વારા તાલુકા પંચાયત ના પ્રમુખ, ઉપપ્રમુખ અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ના નામો ની કરાઇ જાહેરાત
ભાજપ એ મેન્ડેડ દ્વારા ઊંઝા તાલુકા પંચાયતના પ્રમુખ ઉપપ્રમુખ અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ના નામો કર્યા જાહેર
આવતી કાલે સોમવારે સત્તાવાર થશે વરણી
તાલુકા પંચાયતના પ્રમુખ દાસજ ગામના વતની છે.
ઉપ-પ્રમુખ ઐઠોર ના વતની છે અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન એ સુણક ગામના વતની છે.
ગામડાઓ નો યોગ્ય વિકાસ એ જ અમારું લક્ષ : હોદ્દેદારો
તાલુકાના તમામ ગામડાઓમાં યોગ્ય વિકાસ થાય અને પ્રજાલક્ષી સુખાકારી સગવડો અને સરકારની યોજનાઓ લોકો સુધી પહોંચે એ જ પ્રાથમિક લક્ષ : હર્ષદભાઈ પટેલ, ઊંઝા તાલુકા ભાજપ પ્રમુખ
મોર્નિંગ ન્યુઝ ફોક્સ , ઊંઝા : ઊંઝા તાલુકા પંચાયતના હોદ્દેદારોની ભાજપે મેન્ડેડ સાથે નામોની જાહેરાત કરી છે જેમાં પ્રમુખ તરીકે હિનલબેન દેસાઈની પસંદગી કરાઈ છે.
ઊંઝા તાલુકા પંચાયતના નવા હોદ્દેદારોના નામોની મેન્ડેડ મુજબ જાહેરાત કરવામાં આવી હતી, જેમાં પ્રમુખ પદે હિનલબેન દેસાઈ, ઉપપ્રમુખ પદે કશ્યપ પટેલ તથા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે પરેશભાઈ પટેલ ના નામની ભાજપ દ્વારા મેન્ડેડ સાથે જાહેરાત કરવામાં આવી છે. નવા હોદ્દેદારો ના નામો ની જાહેરાત થતા કાર્યકરો અને શુભેચ્છકો તરફથી અભિનંદનનો વરસાદ જોવા મળ્યો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે તાજેતરની તાલુકા પંચાયત ચૂંટણીમાં ભાજપે ઐતિહાસિક પ્રદર્શન કરતાં તમામ 18 બેઠકો પર વિજય મેળવી સંપૂર્ણ કબ્જો મેળવ્યો હતો. ઊંઝા ધારાસભ્ય કે કે પટેલના માર્ગદર્શન હેઠળ અને તાલુકા પ્રમુખ હર્ષદભાઈ પટેલના નેતૃત્વ માં પક્ષે તમામ બેઠકો જીતતા રાજકીય વર્તુળોમાં આ જીતને મહત્વપૂર્ણ સિદ્ધિ તરીકે જોવામાં આવી રહી છે. અત્રે નોંધનીય છે કે તાલુકા મહામંત્રી યોગેશભાઈ પટેલ,રાહુલજી ઠાકોર મહામંત્રી ઊંઝા તાલુકા , ઊંઝા તાલુકા ભાજપ સંગઠન તથા પક્ષના સૌ કર્મઠ સનિષ્ઠ કાર્યકર્તાઓ દ્વારા આ 18 સીટો ઉપર વિજય મેળવવા માટે ચૂંટણી નું માઇક્રો મેનેજમેન્ટ આયોજન કરવામાં આવ્યું હતું. તાલુકા પંચાયતના નવા હોદ્દેદારો હવે વિકાસલક્ષી કાર્યોને વધુ વેગ આપશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.