શિવરાત્રી વિશેષ : છેલ્લા 20 વર્ષથી ભરૂચથી પદયાત્રા સંઘ શા માટે ઓલપાડ સિદ્ધનાથ મંદિરે આવી ધજા ચઢાવે છે?

મોર્નિંગ ન્યુઝ ફોકસ, સુરત :  આજે શિવરાત્રી શિવજીની આરાધના કરી પ્રસન્ન કરવા માટે નો દિવસ. આજે શિવરાત્રીના દિવસે શ્રદ્ધાળુઓ દૂરદૂરથી પોતાના મનોરથ લઈને ભગવાન શિવજીના મંદિરે દર્શન કરવા માટે જાય છે.

આજે સુરત ના ઓલપાડ પાસે આવેલ સિધ્ધનાથ મહાદેવ ના મંદિર માં યાત્રાળુઓનું ઘોડાપૂર ઉમટયું હતું. જેમાં લોકો શિવજીના દર્શન કરીને ધન્યતા અનુભવી રહ્યા હતા.

ત્યારે આ શ્રદ્ધાળુઓ વચ્ચે ભરૂચથી છેલ્લા ૨૦ વર્ષથી શ્રદ્ધાળુઓ ભગવાન શિવજીને ધજા ચડાવવા માટે આવે છે. જેઓ આ વખતે પણ ભગવાન શિવજી ની ધજા ચડાવવા માટે સિધ્ધનાથ મંદિરે આવી પહોંચ્યા હતા.

આ યાત્રાળુઓના અગ્રણી અમરજીતસિંહ વાસદીયા એ જણાવ્યું હતું કે અમારો પદયાત્રા સંઘ છેલ્લા ૨૦ વર્ષ કરતાં વધુ સમયથી અહીંયા સિધ્ધનાથ મહાદેવ ના મંદિરે શિવરાત્રીના દિવસે દર્શન કરવા માટે આવે છે. જેમાં ભરૂચ થી ખરચીના યુવા મિત્રો સાથે નો પદયાત્રા સંઘ બે દિવસ પહેલા અહીંથી નીકળે છે અને શાંતિથી ભગવાન શિવજીની આરાધના કરતા-કરતા શિવરાત્રીના દિવસે સિદ્ધનાથ મંદિરે આવી ભગવાન શિવજીને ધજા ચડાવે છે અને ધન્યતા અનુભવીએ છે. શિવજી અમારી મનોકામનાઓ પૂર્ણ કરે છે.

વિડીયો જોવા નીચેની લિંક ક્લિક કરો