ઊંઝા : ભાજપના 19 કોર્પોરેટરોને અકબંધ રાખવા પાછળ કોણ છે માસ્ટર માઈન્ડ નેતા?
મોર્નિંગ ન્યુઝ ફોકસ (સુના સો ચુના ) : ઊંઝા નગરપાલિકા માં ભાજપના 19 કોર્પોરેટર અને કામદાર પેનલના 15 કોર્પોરેટર ની જીત થઈ છે. જ્યારે બે અપક્ષ ની જીત થઈ છે. જોકે ઊંઝા નગરપાલિકામાં ભાજપને પાતળી બહુમતી પ્રાપ્ત થઇ છે જેથી ભાજપના કોર્પોરેટરો નું હોર્સ ટ્રેડિંગ થવાની આશંકા સેવાઇ રહી છે, ત્યારે તમામ કોર્પોરેટરોને અકબંધ રાખવા માટે ભાજપે માસ્ટર પ્લાન ઘડ્યો હતો.
પરિણામના જ દિવસે ભાજપના 19 કોર્પોરેટરોને તાત્કાલિક અજ્ઞાત સ્થળે લઇ જવામાં આવ્યા હતા. જોકે જાણવા મળતી વિગતો મુજબ આ કોર્પોરેટરોને સતત જુદા જુદા સ્થળે લઇ જઇ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ઊંઝા શહેર ભાજપના કાર્યકારી પ્રમુખ હિતેશ પટેલ અને ધારાસભ્ય પણ સતત આ 19 કોર્પોરેટરોના સંપર્કમાં રહ્યાં છે.
આગામી ૧૭મી માર્ચ ના રોજ ઊંઝા નગર પાલિકામાં પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી થવા જઈ રહી છે ત્યારે આ 19 કોર્પોરેટરો માંથી જ પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી થશે. જોકે ભાજપના 19 કોર્પોરેટરોને એક સૂત્ર અને એક તાંતણે બાંધી રાખવામાં ભાજપના ધારાસભ્ય ડો. આશાબેન પટેલ અને શહેર કાર્યકારી પ્રમુખ હિતેશ પટેલ સતત પ્રયત્નશીલ રહ્યા છે. ઊંઝા શહેર ભાજપના અગ્રણી નેતાઓએ સાથે રહી સતત 19 કોર્પોરેટરોને પ્રોટકશન પૂરું પાડ્યું છે.