સુરત : કોરોનામાં પિતા અને કાકા ગુમાવનાર બે બાળકો ભણવા માટે બન્યા અસમર્થ : AAP નેતાએ આ રીતે કરી મદદ, જાણીને કરશો સલામ

સુરત : કોરોનામાં પિતા અને કાકા ગુમાવનાર બે બાળકો ભણવા માટે બન્યા અસમર્થ : AAP નેતાએ આ રીતે કરી મદદ, જાણીને કરશો સલામ

મોર્નિંગ ન્યુઝ ફોકસ, સુરત :  સુરત સહિત રાજ્યમાં કોરોના ના કારણે અનેક લોકોએ પોતાના સ્વજન ગુમાવ્યા છે, અનેક બાળકો અનાથ બન્યા છે. તો વળી કેટલાંક બાળકોએ માતા અથવા પિતાનું છત્ર ગુમાવ્યું છે. ત્યારે આવા બાળકોનું આગળ નું ભવિષ્ય શું એ પણ એક મોટો પ્રશ્ન છે. એટલું જ નહીં જ્યારે ઘરમાંથી મુખ્ય કમાનાર વ્યક્તિ હયાત ન હોય ત્યારે ઘરનું અને બાળકોનું ભરણપોષણ કેમ કરવું એ પણ એક હૃદય હચ મચાવી દે તેવો વિચાર છે. ત્યારે સુરતનો એક એવો કિસ્સો બહાર આવ્યો છે જેમાં બે બાળકોના પિતા અને કાકા બંને કોરોનાને લીધે મૃત્યુ પામ્યા જેથી આ બાળકો ની શૈક્ષણિક કારકિર્દીની સામે પ્રશ્નાર્થ ચિન્હ ખડું થયું.

ત્યારે પિતા અને કાકા ની છત્ર છાયા ગુમાવનાર આ બંને બાળકો ની સ્થિતિ વિશે જ્યારે આમ આદમી પાર્ટીના નેતા તુષાર મેપાણીને જાણ થઇ ત્યારે તેમણે તરત જ પરિવારનો સંપર્ક કરીને બાળકો ની ધૂંધળી બનેલી શૈક્ષણિક કારકિર્દી ને ફરીથી તેજોમય બનાવી દીધી.સમગ્ર ઘટનાનું વર્ણન આમ આદમી પાર્ટીના નેતા તુષાર મેપાણીએ તેમના સોશિયલ મીડિયા પેજ પર વ્યક્ત કર્યું છે.

તુષાર મેપાણીના જણાવ્યા મુજબ, 'ઉમરા  વિસ્તાર ( વોર્ડ -2 - સુખાંનંદ સોસાયટી ) માંથી એક છોકરા નો ફોન આવ્યો કે મારા પાપા અને કાકા બંન્ને કોરોના મહામારી માં મૃત્યુ પામ્યા છે. અમે બંન્ને ભાઈ JV ઇન્ટરનેશનલ સ્કૂલ માં ભણીયે છીએ . પણ હવે ફી ભરી શકાય એમ ન હોવાથી સ્કૂલ માંથી લીવીંગ સર્ટિફિકેટ  મળી શકે એમ નથી. આ જાણતા ની સાથે જ સ્કૂલ નો સંપર્ક કરતા જાણવા મળ્યું કે બે દીકરા (1) અનીશ જયસુખભાઇ ચોવટિયા - ધોરણ 12 ( ફી -20000 ) અને (2) લક્ષ્ય જયસુખભાઇ ચોવટિયા ધોરણ 8   ( ફી -16000) ટોટલ 36000 ₹ ફી હતી. જેમાંથી સરકારે 25%(9000) માફ કરેલી હતી.

બાકી નીકળતી 27000 માંથી સ્કૂલ ને વિનંતી કરતા 27000 ના 51% જેટલી ફી માફ કરી આપી. એ બદલ JV ઇન્ટરનેશનલ સ્કૂલ નો હૃદય ના ભાવ સાથે ખુબ ખુબ આભાર. અને બાકી નીકળતી ફી મે તરત જ આજે  12960 ભરીને બાળક નું result મેળવતા 91% સાથે પાસ થયો એ બદલ બાળક ને અભિનંદન...સાથે હું જ્યાં રહુ છું અને મારો મતવિસ્તાર માનું છું એ વોર્ડ માંથી જ બાળક ના પાપા અને કાકા expired થઇ ગયા એમના સદ્દગત આત્મા ને પરમાત્મા શાંતિ આપે એ જ પ્રાર્થના.. વોર્ડ -2 માં આવતી તમામ શાળા ને આજથી પત્ર અભિયાન શરૂ કરૂ છું કે જે બાળક ના વાલી ( પિતા ) expired થયાં છે એ બાળક ની 100% ફી ગયા વર્ષ ની અને આવતા વર્ષ ની માફી માટે સહકાર માંગુ છું. આશા છે કે મોટાભાગ ની શાળા સાથ સહકાર આપશે. અંદાજિત આખા વોર્ડ માં 25-30 બાળકો હશે.'