પોલીસે કર્યું બુદ્ધિનું પ્રદર્શન : વાહન ચાલકને આપેલી દંડની પાવતીમાં એવું તે શું લખ્યું કે મહેસાણા પોલીસની ઉડી રહી છે મજાક !
મહેસાણા પોલીસે ચાલકને 9-7-21 તારીખ વાળી 1000 રૂપિયાના દંડની પાવતી આપી કર્યું બુદ્ધિનું પ્રદર્શન.
સોશ્યલ મીડિયામાં પાવતી થઈ વાયરલ.
મોર્નિંગ ન્યુઝ ફોકસ,મહેસાણા : હાલમાં કોરોનાની મહામારી માં સોશિયલ distance અને માસ્ક ના નામે પોલીસ દ્વારા સામાન્ય લોકો સાથે મનફાવે તેવું વર્તન કરીને ઉઘાડી લૂંટ ચલાવવામાં આવી રહી હોય એવો એક કિસ્સો મહેસાણા માંથી બહાર આવ્યો છે. જેમાં મહેસાણા પોલીસે નુગર બાયપાસ પાસે એક વાહન ચાલકને માસ્ક ના નામે આપેલી દંડની પાવતી માં તારીખ ખોટી લખી હોવાની ઘટના બહાર આવી છે.
એટલું જ નહીં પરંતુ જે વ્યક્તિને આ માસ્કની પાવતી આપવામાં આવી છે એ વ્યક્તિ દ્વારા એવો દાવો કરવામાં આવ્યો છે કે ગાડીમાં બેસેલ બધા લોકોએ માસ્ક પહેર્યુ હોવા છતાં પોલીસે માસ્ક ના નામે એક હજાર રૂપિયા પડાવી લીધા હતા. એટલું જ નહીં પોલીસે બે વાહન ચાલકો પાસેથી 500 500 રૂપિયા ઉઘરાવી 1000 રૂપિયાની દંડની પાવતી કિરણ પરમાર ના નામે આપી હોવાનું વાહન ચાલક પાસેથી જાણવા મળ્યું છે.
મોર્નિંગ ન્યુઝ ફોકસ દ્વારા વાહન ચાલક સાથે થયેલી વાતચીતમાં એવું જાણવા મળ્યું છે કે મીઠીવાવડી ખાતે રહેતા પરમાર કિરણ કુમાર દિનેશભાઈ અને તેમના પરિવાર કલોલ ખાતેથી લગ્નની ખરીદી કરીને જ્યારે પરત ફરી રહ્યો હતો ત્યારે પોલીસે મહેસાણા નુગર બાયપાસ ચોકડી પાસે તેમની ગાડી અટકાવી હતી અને વાહનમાં છ જણા બેઠેલ હોય એક પેસેન્જર વધારે હોવાથી પોલીસે તેમને અટકાવ્યા હતા અને બે વાહન ચાલકોની ભેગી મળી 500 અને 500 એમ કુલ 1000 રૂપિયાની પાવતી ફાડી હતી. જે પાવતી પરમાર કિરણ કુમાર ના નામે ફાડી હતી. પરંતુ પાછળથી ખબર પડી કે આ પાવતી માં લખેલી તારીખ જુલાઈ મહિનાની હતી.જોકે આ પાવતી સોશિયલ મીડિયામાં હાલમાં વાઇરલ થઇ રહી છે.