સુરત : SMC કમિશ્નરના એક આદેશથી અધિકારીઓ દોડતા થઈ ગયા, જાણો- શુ બની ઘટના ?

સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન ના કમિશનર તરીકે શાલીની અગ્રવાલે જ્યારથી ચાર્જ સંભાળ્યો ત્યારથી મ્યુનિસિપલ તંત્ર આવ્યું છે એક્શન મોડમાં

સુરત : SMC કમિશ્નરના એક આદેશથી અધિકારીઓ દોડતા થઈ ગયા, જાણો- શુ બની ઘટના ?

મોર્નિંગ ન્યુઝ ફોકસ સુરત : સુરતમાં મ્યુનિસિપલ કમિશનર શાલીની અગ્રવાલ દ્વારા જ્યારથી ચાર્જ સંભાળવામાં આવ્યો ત્યારથી સુરતનું પાલિકા તંત્ર એક્શન મોડ માં આવી ગયું છે.નાની નાની ફરિયાદો બાબતે પણ પાલિકા કમિશનર વ્યક્તિગત ધ્યાન આપીને જ્યાં સુધી તેનો ઉકેલ ન આવે ત્યાં સુધી જંપીને બેસતાં નથી. જો કે પાલિકા કમિશનરની શહેરના વિકાસ માટેની કાર્યદક્ષતા ની લોકો પ્રશંસા કરી રહ્યા છે.

શહેરના વિકાસ કાર્યો ઉપર મ્યુનિસિપલ કમિશનર શાલીની અગ્રવાલ રાખી રહયાં છે દેખરેખ.

કોઈપણ ફરિયાદ મળતાની સાથે જ તેઓ ઝડપથી તેનું સોલ્યુશન લાવવા કરે છે પ્રયાસો.

છેલ્લા કેટલાક સમયથી અહીં લીકેજ પાણી રોડ ઉપર વહી રહ્યું હતું

તાજેતરમાં સુરતના અઠવાગેટ પાસે વિમાન વાળા સર્કલ થી વાડિયા વિમેન્સ કોલેજ તરફના રોડ ઉપર વહેલી સવારમાં પાણી લીકેજ હોવાની ફરિયાદ તાજેતરમાં મોર્નિંગ ન્યુઝ ફોકસના તંત્રી જશવંત પટેલ દ્વારા મ્યુનિસિપલ કમિશનર શાલીની અગ્રવાલને કરવામાં આવી હતી. આ લીકેજ વાળા પાણીના ફોટોગ્રાફ્સ કમિશનરને મોકલી આપવામાં આવ્યા હતા.ત્યારે કમિશનર શાલીની અગ્રવાલ ના ધ્યાને આ વાત આવતા તેમણે અધિકારીઓને આ બાબતે ઝડપથી ઉકેલ લાવવા આદેશ કર્યા હતા અને ગણતરીના કલાકોમાં પાણીની લીકેજ લાઈનને રીપેર કરાવી દીધી હતી.આ છે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન કમિશનરની કાર્યદક્ષતા.