સુરત : પીવાના પાણી અને બિસ્માર રસ્તાની ફરિયાદ મળતા આ ધારાસભ્યએ જે કર્યું એ જાણી કહેશો ' પ્રજાના સાચા સેવક'

સુરત : પીવાના પાણી અને બિસ્માર રસ્તાની ફરિયાદ મળતા આ ધારાસભ્યએ જે કર્યું એ જાણી કહેશો ' પ્રજાના સાચા સેવક'

મોર્નિંગ ન્યુઝ ફોકસ (જશવંત પટેલ) : સુરત ચોર્યાસીના ધારાસભ્ય ઝંખનાબેન પટેલની તેમના મત વિસ્તારના વિકાસ કાર્યોની કેટલા કામ કરવાની પદ્ધતિ ખૂબ જ અલગ અંદાજમાં છે તેઓ પોતાના મતવિસ્તારની સમસ્યાઓને લઈને સતત સક્રિય રહે છે અને પોતાના મતવિસ્તારમાં જે કઈ સમસ્યાઓ હોય તેનું સમાધાન કરવા માટે સદાય સક્રિય રહે છે જો તેમના મત વિસ્તારના લોકો પાસેથી કોઈ સમસ્યા જાણવા મળે તો જ્યાં સુધી તેનું સમાધાન ન થાય ત્યાં સુધી તેઓ જંપીને બેસતા નથી.

૨૦૦૬ થી સુરત માં સમાવિષ્ટ થયેલા ભીમપોરના ગ્રામજનો દ્વારા ધારાસભ્ય ઝંખનાબેન પટેલને પીવાના પાણીની અને રોડની બિસ્માર હાલત ની થોડાક સમય અગાઉ ફરિયાદ કરવામાં આવી હતી જેને લઇને ગામ લોકોની આ સમસ્યાનું ત્વરિત નિરાકરણ આવે તે માટે ઝંખનાબેન પટેલે સક્રિય કામગીરી કરી હતી અને ગામલોકોનો આ પીવાના પાણીનો પ્રશ્ન હલ થાય તે માટે તાજેતરમાં જ પીવાના પાણી ની વ્યવસ્થા માટે ઉદ્ઘાટન કરવામાં આવ્યું અને આ વિસ્તારના બિસ્માર રસ્તા માંથી વાહન ચાલકોને તેમજ ગ્રામ લોકોને છુટકારો મળે તે માટે પણ ઝંખનાબેન પટેલના વરદ હસ્તે નવા રોડ નું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું, આ પ્રસંગે નગરસેવક હિમાંશુભાઈ રાઉલજ,  દીપેશ પટેલ, રશ્મિબેન સાબુ, કાર્યકર્તા મિત્રો અને ગ્રામજનો હાજર રહ્યા હતા