સુરત : નવનિયુક્ત મ્યુનિસિપલ કમિશ્નર કાર્યભાર સંભાળતા જ એક્શન મોડમાં: શહેરીજનો માટે છે આનંદના સમાચાર, જાણો વધુ

સુરત : નવનિયુક્ત મ્યુનિસિપલ કમિશ્નર કાર્યભાર સંભાળતા જ એક્શન મોડમાં: શહેરીજનો માટે છે આનંદના સમાચાર, જાણો વધુ

મોર્નિંગ ન્યુઝ ફોકસ (જશવંત પટેલ ) :   સુરત મહાનગર પાલિકાના નવનિયુક્ત કમિશ્નર શાલિની અગ્રવાલે ગત 8 સપ્ટેમ્બરના રોજ કાર્યભાર સંભાળ્યો છે. જોકે તેઓ પહેલા એવા અધિકારી છે જેમણે કલેકટર અને કમિશનર તરીકે ની બંને ફરજો એક સાથે નિભાવી છે. આ ઉપરાંત  વડોદરામાં મ્યુનિસિપલ કમિશનર તરીકે તેમની કામગીરી ખૂબ જ પ્રસંશનિય રહી છે.

ત્યારે સુરત મહાનગરપાલિકાના કમિશ્નરનો પદભાર સંભાળતા ની સાથે જ નવનિયુક્ત કમિશ્નર શાલીની અગ્રવાલે શહેરના રોડ રસ્તાઓને લઈને મહત્વની કામગીરી હાથ ધરી છે. હજુ કાર્યભાર સંભાળ્યા ના ગણતરીના કલાકો થયા છે, ત્યાં જ  આજે યોજાયેલી બાંધકામ સમિતિની બેઠકમાં 35 કરોડના વિકાસ કાર્યોની દરખાસ્ત મંજૂર કરી છે .જેમાં મહત્વના સુરતના રોડ રસ્તા અને પેવરિંગના કામોને અગ્રીમતા આપવામાં આવી છે. 26 જેટલા કામોની દરખાસ્ત કરવામાં આવી છે.

મોર્નિંગ ન્યુઝ ફોકસ સાથેની વાતચીતમાં નવનિયુક્ત કમિશ્નર શાલીની અગ્રવાલે જણાવ્યું હતું કે, " તાજેતરમાં ચોમાસામાં વરસાદને કારણે શહેરના અને ઠેકાણે રસ્તાઓ બિસ્માર હાલતમાં હોઈ શકે છે. જેથી પ્રથમ શહેરના રોડ રસ્તાઓ વ્યવસ્થિત થાય તે જરૂરી છે. કારણ કે શહેરીજનોને પરિવહન કરવામાં મુશ્કેલીઓ ન પડે તેમ જ રોડ રસ્તા સારા હોવા એ નગરજનોની પ્રાથમિક જરૂરિયાત છે." તેથી તેમણે સૌ પ્રથમ શહેરના રોડ રસ્તાઓને દૂરસ્ત કરવાની કામગીરીને અગ્રીમતા આપી છે.જેને લઈને આવનાર સમયમાં સુરતના રોડ રસ્તાઓ ચકાચક જોવા મળશે. શાલીની અગ્રવાલ એ શહેરના વિકાસને તેજ ગતિએ આગળ ધપાવવાનો મક્કમ નિર્ધાર વ્યક્ત કર્યો હતો.