એસિડીટી થાય તો પીવું આ જ્યૂસ ,પીધાની સાથે જ પેટની અગ્નિ થઈ જશે શાંત

એસિડીટી થાય તો પીવું આ જ્યૂસ ,પીધાની સાથે જ પેટની અગ્નિ થઈ જશે શાંત

Mnf network : તરબૂચ પાણીથી ભરેલું ફળ છે. તેનું સેવન કરવાથી શરીરને ઘણા બધા ફાયદા થાય છે. આ ફળ પેટ માટે પણ ખૂબ જ ગુણકારી છે. આ ફળ સ્કિન માટે પણ ફાયદાકારક છે. તમને જાણીને નવાઈ લાગશે પરંતુ જે લોકોને એસિડીટીની સમસ્યા વારંવાર થતી હોય તેમણે તરબૂચના જ્યુસનું સેવન કરવું . તરબૂચ નો જ્યુસ પીવાથી પેટની બળતરા 10 મિનિટમાં શાંત થઈ જાય છે.

એસિડ રિફ્લેક્શનની સમસ્યામાં પેટ અને છાતીમાં તીવ્ર બળતરા થવા લાગે છે. આવી સ્થિતિમાં કોઈપણ ઉપાય કરો તો બળતરા શાંત થતી નથી અને ખાટા ઓડકાર, ઉલ્ટી જેવી તકલીફો સહન કરવી પડે છે. પરંતુ સ્વાસ્થ્ય નિષ્ણાંતો જણાવે છે કે તરબૂચનું જ્યુસ પીવાથી આ લક્ષણોને ઘટાડી શકાય છે. સાથે જ પેટની બળતરાથી પણ તુરંત શાંતિ મળે છે.

તરબુચનું જ્યુસ પોટેશિયમથી ભરપૂર હોય છે અને તે પેટના એસિડને ન્યુટ્રીલાઈઝ કરવાનો પ્રયત્ન કરે છે. તેનાથી મેટાબોલિક ગતિ પણ તીવ્ર થાય છે અને એસિડિક સમસ્યા ઓછી થઈ જાય છે. તેના કારણે થોડી વારમાં જ એસિડિટીથી રાહત મળવા લાગે છે.