મહેસાણા LCB પોલીસે લૂંટનો ભેદ ઉકેલ્યો : પકડાયેલ આરોપીઓએ 5 ગુના કબૂલ્યા

મહેસાણા LCB પોલીસે લૂંટનો ભેદ ઉકેલ્યો : પકડાયેલ આરોપીઓએ 5 ગુના કબૂલ્યા

મોર્નિંગ ન્યુઝ ફોકસ, મહેસાણા :  મહેસાણા એલ.સી.બી.પોલીસ ઇન્સ્પેકટર ભાવેશ રાઠોડ ના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી.પોલીસ દ્વારા કડી તાલુકાના બલાસર પાસે કેનાલ નજીક ગાડીની ટક્કર મારી બાઇકચાલક પાસેથી રૂ.11,500ની લૂંટ કરનાર ટોળકીના 18થી 22 વર્ષના ચાર લબરમુછિયાને રૂ.52,200ના મુદ્દામાલ સાથે પકડી 4 દિવસમાં લૂંટનો ભેદ ઉકેલી નાખ્યો છે. આ ટોળકીએ અન્ય ચાર લૂંટ પણ કબૂલી છે.

પ્રાપ્ત માહિતી મુજબ, બલાસર કેનાલ પાસે પાર્થ નારણભાઇ પરીખના બાઇકને ગાડીની ટક્કર મારી રૂ.11,500ની લૂંટ અંગે એસપી ડો.પાર્થરાજસિંહ ગોહિલની સૂચના મુજબ એલસીબી પીઆઇ બી.એચ. રાઠોડના માર્ગદર્શન હેઠળ ટીમ તપાસમાં હતી. ત્યારે PSI એ.કે. વાઘેલા તથા ASI રાજેન્દ્રસિંહ અને ASI જયવિરસિંહને બલાસર લૂંટના આરોપી જોરાવરસિંહ ઉર્ફે ભોટુ સહિત 4 લુટારુ જોટાણાના સૂરજ ગામે ઉભા હોવાની બાતમી આધારે રેડ કરી પકડી લીધા હતા. જેમણે કટોસણના યુવરાજવસિંહ ઉર્ફે મોરલી સોલંકી સાથે મળી લૂંટ કરી હોવાની કબૂલાત કરતાં પોલીસે તેમની પાસેથી રૂ.4000 રોકડ અને રૂ.48 હજારના 6 મોબાઇલ, રૂ.200નો છરો મળી રૂ.52,200નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

ત્રણ લૂંટ અને એક ઠગાઇની કબૂલાત કરી
આરોપીઓએ બલાસર ઉપરાંત વિઠ્ઠલાપુર પાસેના ઉઘરોજ ગામે પેટ્રોલ પંપથી ગાડીમાં રૂ.3500નું ડીઝલ ભરાવી પૈસા નહીં ચૂકવી ઠગાઇ આચરેલ છે. તેમજ સાદરા-કડી રોડ પર અને આદુંદરા કેનાલ પાસે રોડ પર ટ્રકચાલક પાસેથી મોબાઇલની લૂંટ તેમજ મીઠા ચોકડી પાસેથી રેતી ભરેલા ડમ્પરને કટોસણ લઇ જઇ રેત ખાલી કરાવી ડમ્પરમાલિક પાસેથી રૂ.30 હજારની લૂંટ કરી હોવાની કબૂલાત કરી હતી.

આરોપી જોરાવરસિંહ ઝાલા છેલ્લા સાંથલ પો.સ્ટે.ના ખૂનની કોશિશ, મારામારી અને જુગારના ગુનામાં પકડાયેલો છે. જ્યારે ખુમાનસિંહ ઝાલા દેત્રોજના દારૂના ગુનામાં પકડાયેલો છે અને કડીની લૂંટમાં બે વર્ષથી વોન્ટેડ છે. બહુચરાજીમાં મોબાઇલની લૂંટ પણ કરેલી છે.

પકડાયેલા આરોપીઓ......

1. જોરાવરસિંહ ઉર્ફે ભોટુ ઉર્ફે કીંગ ભયલુભા બાપુભા ઝાલા (રહે. કટોસણ, ઉદપુરા)
2. ખુમાનસિંહ વિનુભા બળવંતસિંહ ઝાલા (રહે. ફતેપુરા, તા.દેત્રોજ)
3. સંજયવસિંહ સામંતસિંહ અમરસિંહ ઝાલા (રહે. રાન્તાઇ, તઝુા.દેત્રોજ)
4. અનિરુદ્ધસિંહ ઉર્ફે અનુભા ઝાલા (રહે.ઉકરડી, મૂળ રહે. ઝીંઝુવાડા, તા.પાટડી)
5. યુવરાજસિંહ ઉર્ફે મોરલી ભાથીભા સોલંકી વોન્ટેડ (રહે. કટોસણ, મૂળ ભંકોડા)