ગુજરાત ભાજપ ઉપ પ્રમુખ મહેન્દ્ર પટેલના સમર્થકોએ એવું કામ કર્યું કે 'નેતાજી' નો જન્મ દિવસ યાદગાર બની ગયો.જાણીને તમે પણ કરશો પ્રશંસા

ગુજરાત ભાજપ ઉપ પ્રમુખ મહેન્દ્ર પટેલના સમર્થકોએ એવું કામ કર્યું કે 'નેતાજી' નો જન્મ દિવસ યાદગાર બની ગયો.જાણીને તમે પણ કરશો પ્રશંસા

મહેન્દ્રભાઈ પટેલ એક નિવૃત IAS અધિકારી છે.

હાલમાં ગુજરાત ભાજપના ઉપ પ્રમુખ છે.

મહેન્દ્ર પટેલે તેમની ફરજ ના કાર્યકાળ દરમ્યાન કરેલ કામગીરીને લઈ સરકાર દ્વારા પણ તેમને અનેકવાર સન્માનીત કરાયેલ છે.

સુરતમાં તેમણે કલેકટર તરીકે આપી છે સેવાઓ.

મોર્નિંગ ન્યુઝ ફોકસ નેટવર્ક :  હાલમાં કોરોના કાળમાં સામાન્ય રીતે જ્યારે જન્મદિવસની ઉજવણી થતી હોય છે ત્યારે ક્યાંકને ક્યાંક સોશિયલ મીડિયામાં વિવાદ સર્જાતો હોય છે. એમાંય ખાસ કરીને ભાજપના નેતાઓ દ્વારા જ્યારે જન્મદિવસ ની ઉજવણી ના વિવાદો છેલ્લા ઘણા સમયથી ચર્ચાઈ રહ્યા છે ત્યારે ગુજરાત ભાજપના ઉપપ્રમુખ મહેન્દ્ર પટેલ (IAS) દ્વારા એમના જન્મદિવસની ઉજવણી એવી રીતે કરવામાં આવી કે જેથી સૌ કોઈ હકીકત જાણીને પ્રશંસા કર્યા વિના રહેશે નહીં.

ગુજરાત ભાજપના ઉપપ્રમુખ એવા મહેન્દ્રભાઈ પટેલ (M S  Patel, IAS) દ્વારા તેમના જન્મદિવસ નિમિત્તે થયેલી ઉજવણી અંગે ની માહિતી તેમના સોશિયલ મિડીયા પેજ ઉપર થી પ્રાપ્ત થઈ, જેમાં તેમના જન્મ દિવસને લઇને તેમના શુભેચ્છકો દ્વારા તેમના માદરે વતન ઊંઝા તાલુકા માં ઊંઝા અને વડનગરના ગ્રામ્ય વિસ્તારોમાં લોકોમાં મીઠાઈનું વિતરણ કરવામાં આવ્યું હતું. શુભેચ્છકો દ્વારા કરાયેલ આ મીઠાઈ વિતરણ એ તેમની લોકપ્રિયતા ની પ્રતીતિ કરાવે છે.

મહેન્દ્રભાઈ પટેલ ના જન્મદિવસે ઊંઝા અને વડનગરના આસ-પાસના વિભિન્ન ગામોમાં સરપંચો, કાર્યકર્તાઓ તેમજ તેમના શુભચિંતકો, સમર્થકો અને સાથી મિત્રો એ "જનસેવા એજ પ્રભુસેવા"ના સૂત્રને સાર્થક કરી, જરૂરિયાતમંદોને ફ્રૂટ, બિસ્કિટ, નમકીન અને ગેસ જેવી ચીજ-વસ્તુઓનું વિતરણ કરી, સેવાની મહેક પ્રસરાવી હતી. જેના માટે મહેન્દ્રભાઈ પટેલે પણ તેમના સર્વે સમર્થકોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો છે. આ ઉપરાંત જન્મદિવસે મહેન્દ્રભાઈ પટેલ દ્વારા જગત જનની મા ઉમિયા ના દર્શન કરીને વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. આમ તેમણે જન્મ દિવસ ની ઉજવણી ને લઈને પર્યાવરણ પ્રેમનો સંદેશ પાઠવ્યો હતો.