મહેસાણા : શાકભાજી વેચતી આ વિધવા મહિલાની દર્દભરી કહાની સાંભળી તમને નગર પાલિકાના પથ્થરદિલ અધિકારીઓ સામે નફરત જાગશે !

મહેસાણા : શાકભાજી વેચતી આ વિધવા મહિલાની દર્દભરી કહાની સાંભળી તમને નગર પાલિકાના પથ્થરદિલ અધિકારીઓ સામે નફરત જાગશે !

મોર્નિંગ ન્યુઝ ફોકસ નેટવર્ક : મહેસાણામાં કોરોના ની ચેન તોડવા માટે 11 દિવસનું સ્વૈચ્છિક lockdown જાહેર કરવામાં આવ્યું છે. જેમાં પહેલા જ દિવસે બજાર બંધ હતા, પરંતુ રોજ કમાઈ ને રોજ ખાનારા લોકો માટે આફત આવી પડી હોય એવું લાગી રહ્યું છે. સોશિયલ ડિસ્ટન્સનો ભંગ થતો હોવાથી પાલિકાની ટીમે કાર્યવાહી કરી હતી. જેમાં એક વિધવા જે રોજનું કમાઇને રોજનું ખાય છે, તેનો વજન કરવાનો કાંટે પાલિકાની ટીમ લઇ જતાં મહિલા ચોધાર આંસુએ પડી પડી હતી અને પોતાના બાળકોની ચિંતા કરી તંત્ર પાસે કાંટો પાંછો લેવા જાણે કે ભીખ માંગતી હોય તેવા દૃશ્યો સર્જાયા હતા.

પાલિકાએ પહોંચેલી મહિલાએ અધિકારીઓને પોકાર દેતા કહ્યું કે, "સાહેબ હું વિધવા છું. રોજ વેચીને રોજ ખાવ છું. તમે મારો કાંટો લઈ ગયા છો તો હવે હું મારા ચાર બાળકોને શું ખવડાવીશ. દયા કરો સાહેબ કાંટો પાછો આપી દો "

મહેસાણા પાલિકાના માણસોએ આજે 60 જેટલા નાના વેપારીઓના પાથરણા અને કાંટા જપ્ત કર્યા હતા. જેમાં ભીખીબેન નામની એક વિધવા મહિલા જે પોતાનું રોડ પર શાકભાજી વેચી ગુજરાન ચલાવી પોતાના બાળકોનું પેટ ભરે છે તેનો પણ કાંટો અન્ય લોકો ની સાથે ઝપ્ત કરી દેવામાં આવતા મહિલા રઝળી પડી હતી.જેને લઈ મહિલા પોતાનાં ચાર બાળકો સાથે કાંટો લેવા પાલિકા પહોંચી હતી સાથે પોતાના ચાર બાળકો પણ હતા. બાળકોના ચહેરા ઉપર પણ ઉદાસી ભર્યો ભાવ દેખાઈ રહ્યો હતો.