યુવકે પોલીસને કહ્યું, 'હું મારી ગર્લફ્રેન્ડ ને મળવા માગું છું' અને પોલીસે જે જવાબ આપ્યો એ સોશ્યલ મીડિયામાં થયો જોરદાર વાયરલ, વાંચો રસપ્રદ કિસ્સો

યુવકે પોલીસને કહ્યું, 'હું મારી ગર્લફ્રેન્ડ ને મળવા માગું છું' અને પોલીસે જે જવાબ આપ્યો એ સોશ્યલ મીડિયામાં થયો જોરદાર વાયરલ, વાંચો રસપ્રદ કિસ્સો

મોર્નિંગ ન્યુઝ ફોકસ નેટવર્ક :  કોરોના વાયરસ સંક્રમણને કારણે મુંબઇ સહિત આખા મહારાષ્ટ્રમાં કડક પ્રતિબંધ લાગૂ પાડવામાં આવ્યા છે.મુંબઇમાં આ સમયે સીઆરપીસીની ધારો 144 લાગૂ છે. પાંચ કે તેનાથી વધારે લોકો એકઠાં તવાની પરવાનગી નથી. બિનજરૂરી કામ માટે બહાર નીકળવાની મનાઇ છે. પોલીસે આપાતકાલીન અને જરૂરી સેવામાં લાગેલા વાહનો માટે જુદાં જુદાં કલરના સ્ટિકર આપવામાં આવી રહ્યા છે, જેને ગાડી પર લગાડવા જરૂરી છે. સ્ટિકર વગર અને કારણવગર રસ્તા પર જતી ગાડીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી રહી છે.

પ્રાપ્ત માહિતી મુજબ, વિનોદ નામના એક વ્યક્તિએ ટ્વિટર પર મુંબઇ પોલીસને ટૅગ કરીને કહ્યું કે તે ગર્લફ્રેન્ડને મળવા માગે છે અને આ માટે તે કેવા સ્ટિકરનો ઉપયોગ કરે. અશ્વિને ટ્વીટ કર્યું, "મુંબઇ પોલીસ હું બહાર નીકળવા અને ગર્લફ્રેન્ડને મળવા જવા માગે કયા સ્ટિકરનો ઉપયોગ કરું? હું તેને મિસ કરી રહ્યો છું."

આના જવાબમાં મુંબઇ પોલીસે કહ્યું કે તેની જરૂર પોલીસની આવશ્યક અને આપાતકાલીન કેટેગરીમાં નથી આવતી. સાથે જ પોલીસે ઘરમાં રહેવાની સલાહ આપી. મુંબઇ પોલીસના ઑફિશિયલ હેન્ડલ પરથી આ ટ્વીટ કરવામાં આવ્યું, "અમે સમજીએ છીએ કે આ તમારી માટે જરૂરી છે સર, પણ કમનસીબે આ અમારી આવશ્યક અને આપાતકાલીન શ્રેણીમાં નથી આવતું. અંતર પ્રેમ કરનારાના મનને નજીક લાવે છે અને આ સમયે તમને સ્વસ્થ પણ રાખશે. અમે કામના કરીએ છીએ કે હંમેશાં સાથે રહો. આ એક ફેસ છે." પોલીસે ટ્વીટ સાથે StayHomeStaySafe હેશ ટેગનો પણ ઉપયોગ કર્યો છે. મુંબઇ પોલીસનો આ જવાબ ઇન્ટરનેટ યૂઝર્સને ખૂબ જ ગમ્યું છે.મુંબઇ પોલીસે ટ્વિટર પર આનો જે જવાબ આપ્યો, તેણે બધાનું મન જીતી લીધું. મુંબઇ પોલીસનો જવાબ વાયરલ થઈ ગયો છે અને મીમ્સ પણ બનવા લાગ્યા છે.